પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ (એસપીજી)ની સુરક્ષા મળેલી છે. ફક્ત ભારતના પ્રધાનમંત્રીને આ સુરક્ષા પ્રાપ્ત થતી હોય છે અને તેના પર ખર્ચો પણ ઘણો થાય છે. આ અંગે ડીએમકે સાંસદ ધ્યાનિધિ મારને સંસદ એક સવાલ પૂછ્યો હતો કે SPG પાછળએક દિવસનો ખર્ચો કેટલો છે અને તેમાં જાણવા મળ્યું કે  એસપીજી સેવા પર એક દિવસમાં લગભગ 1.62 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

એસપીજી માટે ફાળવાયેલી રકમ 592 કરોડ રૂપિયાના હિસાબે આ સુવિધાનો એક દિવસનો ખર્ચ 1.62 કરોડ થાય છે. એક કલાકના હિસાબથી આ રકમ 6.75 લાખ રૂપિયા થાય છે. જ્યારે દર મીનીટે એસપીજી ૫ર 11263 રૂપિયાનો ખર્ચ થાય છે.

મંગળવારે ગૃહરાજ્યપ્રધાન જી કિશન રેડ્ડીએ પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ કે હાલમાં દેશમાં ફકત એક જ વ્યકિતને એસપીજી સુરક્ષા મળે છે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યુ કે કુલ 56 લોકોની સુરક્ષા સીઆરપીએફ પાસે છે. અહીં પણ ગૃહમંત્રાલય તરફથી સુરક્ષા કારણોનો હવાલો આપતા સીઆરપીએફ સુરક્ષા મેળવનારાઓના નામ નહોતા અપાયા.

એસપીજી માટે 2019-20ના બજેટમાં 540.16 કરોડ રૂપિયા ફાળવાયા હતા. 2020-21ના બજેટમાં વધીને 592.92 કરોડ કરવાનો પ્રસ્તાવ થયો છે. ગયા વર્ષે એસપીજી એકટમાં સુધારો કરાયો હતો અને હવે SPG સુરક્ષા ફક્ત પ્રધાનમંત્રીને જ મળશે ના કે તેમના પરિવારને.

એસપીજીના સિકયુરીટી ગાર્ડસ સૌથી જાબાઝ સિપાહી માનવામાં આવે છે. તેઓ સામન્ય રીતે કાળી વર્દીમાં જ હોય છે. અને તેમને બ્લેક કેટ કમાંડો પણ કહેવાય છે. સીકયુરીટી બાબતે એસપીજી અમેરીકન રાષ્ટ્રપતિની સુરક્ષા કરનાર યુએસ સીક્રેટ સર્વિસને પણ ટક્કર આપે છે. આ જવાનો પોલિસ, બીએસએફ, સીઆઇએસએફ, આઇટીબીપી અને સીઆરપીએફમાંથી લેવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*