પૃથ્વી પર કોઈ નુકસાન કર્યા વિના માઉન્ટ એવરેસ્ટથી પણ વિશાળ એસ્ટરોઇડ 31,320 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની સૌથી નજીક આવીને પસાર થયો હતો. લોકોમાં ગભરાટ હતી કે તે પૃથ્વી પર અથડાશે કે પછી કોઈ આપત્તિ લાવશે. ભારતીય સમય અનુસાર બુધવારે 3 વાગીને 26 મિનીટ પર ઉલ્કા પસાર થઈ હતી અને તેનાથી પૃથ્વીના કોઈપણ ભાગને કોઈ નુકસાન થયું નથી. આ ખગોળીય ઘટનાની પુષ્ટિ દક્ષિણ આફ્રિકાના ઓબ્ઝર્વેટરી દ્વારા પણ કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર પણ આ વિશે ઘણી વાતો કરવામાં આવી હતી. જોકે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા કરી હતી કે આવું કશું નહીં થાય.

ઓબ્ઝર્વેટરીએ કરેલા ટ્વિટમાં જણાવ્યું હતું કે તે વિનાશક ઉલ્કાઓમાંનું એક છે. તેમને એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

…તો વિનાશ થયો હોત

એસ્ટરોઇડ 1998 ઓઆર 2 પૃથ્વીથી 63 લાખ કિ.મી.ના અંતરથી પસાર થયો હતો. જે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના અંતરથી લગભગ 16 ગણું છે. જો તે તેનાથી 2 કિ.મી. પણ નજીકના અંતરે આવ્યો હોત તો તે અત્યાર સુધીની સૌથી ખતરનાક અને વિનાશક એસ્ટરોઇડ હોત. તે 31,320 કી.મી પ્રતિ કલાકની ઝડપે પસાર થયું હતું. પ્યુર્ટો રિકો સ્થિત આરેસિબો ઓબ્ઝર્વેટરીએ તેનો ફોટો લીધો છે. એસ્ટરોઇડનું નામ 52768 (1998 ઓઆર 2) રાખવામાં આવ્યું હતું, તે 1998માં મળી આવ્યું હતું અને તેથી 1998 તેના નામ સાથે સંકળાયેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*