રોક ઓન, વો લમ્હે અને એર લિફ્ટ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા પૂરબ કોહલીએ ભૂતકાળમાં ખુલાસો કર્યો હતો કે તે અને તેનો આખો પરિવાર કોરોના પોઝિટિવ છે. અભિનેતાએ કહ્યું હતું કે તે લંડનમાં તેના પરિવાર સાથે ઘરે આઇસોલેશન માં છે. પરંતુ હવે ખુશીની વાત છે કે કોરોના સામેની લડાઇમાં પુરબ અને તેના પરિવારે જીત મેળવી છે.

આ વિશે માહિતી આપતાં પૂરબે કહ્યું કે હવે તે અને તેનો પરિવાર સાજા થઇ ગયા છે. ઈન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં લખ્યું, ‘તમારી પ્રાર્થના બદલ આભાર. અમે હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. કૃપા કરીને યાદ રાખો કે ઘરની અંદર રહેવું મહત્વપૂર્ણ છે. હા તે મુશ્કેલ છે! પરંતુ પહેલા આપણે આ રોગચાળા પર બ્રેક લગાવવાની જરૂર છે, અને ત્યારબાદ આપણે ઉર્જાની જાળવણી કરવી પડશે અને આપણા શરીરને આરામ દેવો પડશે અને શક્તિ ઉભી કરવી પડશે. ભગવાન ના કરે પણ જો તમે આ વાયરસથી સંક્રમિત થશો તો તમારું શરીર જે આ વાયરસ સામેનું વાસ્તવિક શસ્ત્ર છે તેને લડવા માટે એનર્જીની જરૂર પડશે. ‘

આરોગ્ય કર્મચારીઓનો આભાર માનતા પૂરબે લખ્યું, ‘દેશ અને વિશ્વના ફ્રન્ટલાઈન કાર્યકરો અને આરોગ્ય કર્મીઓનો ખૂબ આભાર, જે પોતાનું જીવન અને તેમના પરિવારોને જોખમમાં મૂકીને મદદ કરી રહ્યા છે.

પુરબે ભૂતકાળમાં સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેમના જનરલ ફિઝિશિયનના જણાવ્યા મુજબ તે અને તેના પરિવારને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. પહેલા તેના પરિવારમાં સામાન્ય ફ્લૂ જેવા જ લક્ષણો હતા પરંતુ પાછળથી તે જાણવા મળ્યું કે બધાને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો.

પુરબે લખ્યું હતું કે ‘અમે 4 થી 5 વખત ગરમ પાણીથી કોગળા કરતા. આદુ, હળદળ અને મધના મિશ્રણનો ઉપયોગ કરવાથી ઘણી મદદ મળી. અમે અમારી છાતી પર પાણીની બોટલ પણ રાખી હતી જેથી તકલીફ ઓછી થઈ શકે. આ સિવાય હોટ બાથે પણ આરામ આપ્યો હતો. કૃપા કરી ઘરે રહો અને તમારા શરીરને આરામ આપો. ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*