લોકસભાની ચૂંટણીઓ હજુ સુધી સમાપ્ત થઈ નથી પરંતુ સરકારની રચના અંગેની મુશ્કેલીઓની શરૂઆત પહેલાથી થઈ ગઈ છે. વિરોધ પક્ષો ચૂંટણી પરિણામો પહેલાં રાષ્ટ્રપતિને મળવા માંગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મીટિંગમાં રાષ્ટ્રપતિને અપીલ કરવામાં આવશે કે જો કોઈ પક્ષ બહુમતી મેળવે નહીં તો સૌથી વધુ બેઠકો ધરાવતા એક પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપવું જોઈએ નહીં. દરેકને બહુમતી સાબિત કરવાની તક આપવી જોઈએ.

21 વિરોધ પક્ષોનો નિર્ણય

રાષ્ટ્રપતિ તરફથી આ પ્રતિનિધિમંડળમાં 21 વિરોધ પક્ષોના નેતાઓનો સમાવેશ થશે. ભાજપની સામે મેદાનમાં ઉતરેલી આ પાર્ટીઓ એક સાથે પત્ર પર સહી કરીને રાષ્ટ્રપતિને ચૂંટણી સમાપ્ત થઈ જાય પછી રીઝલ્ટ પેહલા એક નવી પાર્ટીને મોકો આપે તેવું જણાવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધ પક્ષોના આ પગલા પાછળનું વાસ્તવિક કારણ એ છે કે રાષ્ટ્રપતિ સરકાર રચવા માટે એકમાત્ર સૌથી મોટી પાર્ટીને આમંત્રણ ના આપે, પક્ષોનું કેહવું છે કે પ્રાદેશિક પક્ષો અને ગઠબંધનને પણ તક આપવામાં આવે છે.

વિરોધ પક્ષો માટે તક ?

કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે 543 બેઠકોમાંથી 272 ની જરૂર પડશે. 2014 ની છેલ્લી ચૂંટણીઓમાં, ભાજપ 282 બેઠકો જીતીને સત્તામાં આવી હતી. આ ઉપરાંત એનડીએ ઘટક પક્ષોને સંયોજિત કરીને આકડો 336 ની સપાટીએ પહોંચ્યો હતો. પરંતુ આ વખતે જો ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવી શકશે નહીં અને એનડીએ સરકાર સરકાર રચવામાં સક્ષમ ન હોય તો વિપક્ષી પક્ષો પાસે સોનેરી તક હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*