કોરોનાવાયરસની સામે લડતા ભારતીયને સેનાની ત્રણે પાંખ અનોખી રીતે સન્માન કરશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે શુક્રવારે સાંજે સશસ્ત્ર દળોની આ પહેલ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ રવિવારે ભારતીય વાયુ સેના ફ્લાયપાસ્ટમાં પુષ્પવર્ષાથી કોરોના વોરિયર્સનું સન્માન કરશે. જનરલ રાવતે કહ્યું કે “વાયુસેના શ્રીનગરથી તિરુવનંતપુરમ સુધી ફ્લાયપાસ્ટ કરશે. બીજો ફ્લાયપાસ્ટ આસામના ડિબ્રુગઢ થી ગુજરાતના કચ્છ સુધી શરૂ થશે. તેમાં પરિવહન અને લડાકુ વિમાન બંનેનો સમાવેશ કરવામાં આવશે.”

ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં સંભવત આ પહેલી વાર હશે જ્યારે પૈન-ઈન્ડિયા ફ્લાયપાસ્ટ યોજાનાર છે. નૌસેના રવિવારે તેના જહાજો પર રોશની કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આર્મી કોવિડ હોસ્પિટલો નજીક માઉન્ટન બેન્ડ ડિસ્પ્લેનું આયોજન કરશે.

ફ્લાયપાસ્ટ એટલે શું?

ફ્લાયપેસ્ટ કોઈ ખાસ પ્રસંગ અથવા કોઈ ખાસ વ્યક્તિનું સન્માન કરવા માટે કરવામાં આવે છે. આમાં એકલ અથવા જૂથમાં વિમાન હવામાં ઉડાન કરે છે. વિમાન કેટલાક ફ્લાયપાસ્ટમાં રંગીન કલરફૂલ ધુમાડો પણ છોડે છે.

રિપબ્લિક ડે પરેડ પર ફ્લાયપાસ્ટ કરવામાં આવે છે

ભારતમાં દર વર્ષે ભારતીય વાયુસેના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લાલ કિલ્લા ઉપર ફ્લાયપેસ્ટ કરે છે. પ્રથમ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતીય વાયુસેનાએ પ્રથમ ઉડાન ભરી ફ્લાયપાસ્ટ કર્યું હતું. એર માર્શલ રણધીર સિંઘ (નિવૃત્ત) અને માર્શલ અરજણ સિંઘ (15 એપ્રિલ 1919-16 સપ્ટેમ્બર 2017) તે ફ્લાયપાસ્ટના ભાગ હતા. ફ્લાયપાસ્ટનું નેતૃત્વ એર ચીફ માર્શલ ઈડરીસ હસન લતીફ કરી રહ્યા હતા.

યુદ્ધમાં વિજય બાદ પણ ફ્લાયપાસ્ટ કરવામાં આવે છે

યુદ્ધમાં જીત્યા પછી એરફોર્સ ફ્લાયપાસ્ટ કરે છે. આ પ્રથા યુનાઇટેડ કિંગડમમાં 1913માં શરૂ થઈ હતી જ્યારે રોયલ ફ્લાઇંગ કોર્પ્સે કિંગ જ્યોર્જ પંચમ માટે ફ્લાયપાસ્ટ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*