અક્ષય કુમારે તેમના જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ પૃથ્વીરાજનું ટીઝર રિલીઝ કર્યું છે. અક્ષય પહેલીવાર ઐતિહાસિક પાત્ર ભજવવા માટે તૈયાર છે. યશરાજ બેનર હેઠળ બનાવવામાં આવનારી આ ફિલ્મ વર્ષ 2020માં દિવાળી નિમિત્તે રિલીઝ થશે.

ટીઝરને શેર કરતી વખતે અક્ષય કુમારે લખ્યું છે કે, હું મારા જન્મદિવસ પર મારી પહેલી ઐતિહાસિક ફિલ્મના ટીઝરને શેર કરી રહ્યો છું, તે મારા માટે ખૂબ ગર્વની વાત છે કે મને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા નિભાવવાની તક મળી રહી છે.

આ ફિલ્મનું દિગ્દર્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદવી કરશે. છેલ્લા ઘણા મહિનાઓથી આ ફિલ્મ વિશે ચર્ચા ચાલી રહી હતી પરંતુ જન્મદિવસ પર ખુદ અક્ષય કુમારે જાહેરાત કરી હતી કે તે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવશે.

અક્ષયની ફિલ્મો મોટા ભાગે હિટ જઈ રહી છે

અક્ષય કુમારની ફિલ્મ કારકીર્દિ આજકાલ ઉંચી છે. 15 ઓગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ ‘મિશન મંગલ’એ બોક્ષ ઓફીસ પર બમ્પર કમાણી કરી હતી. અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મો પર નજર નાખીએ તો અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મોએ 100 કરોડની કમાણી કરી લીધી છે. કેસરી, પેડમેન, ગોલ્ડ, રોબોટ 2.0, ટોઇલેટ એક પ્રેમ કથામાં અક્ષયે ભારે કમાણી કરી હતી.

ફોર્બ્સની યાદીમાં આ વર્ષે અક્ષયે પોતાનો સિક્કો 33 માં સ્થાને જમાવ્યો છે. વિશેષ વાત એ છે કે ફોર્બ્સની આ યાદીમાંથી બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને શાહરૂખ ખાનના નામ નથી.

આ વર્ષે રિલીઝ થયેલી અક્ષયની બંને ફિલ્મ્સ ‘કેસરી’ અને ‘મિશન મંગલ’એ ખૂબ કમાણી કરી છે. આ સાથે અક્ષયની વધુ ત્રણ ફિલ્મો હેરાફેરી 3, ગુડ ન્યૂઝ અને હાઉસફુલ 4 આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મો બોક્ષ ઓફીસ પર શું કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*