સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને કોરોના પોઝીટીવ આવ્યો છે. શનિવારે મોડી સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં પિતા-પુત્રને દાખલ કરવામાં આવ્યા છે. ખુદ અમિતાભ બચ્ચને કોરોના પોઝિટિવ છે તેવી માહિતી ટ્વિટર પર આપી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી અમિતાભ બચ્ચનની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે ડોકટરોએ તેમને મુસાફરી પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો.

નાણાવટી હોસ્પિટલના પ્રવક્તાએ બિગ બીની હોસ્પિટલમાં દાખલ થવાની પુષ્ટિ કરી છે. રાત્રે 10.52 વાગ્યે, અમિતાભ બચ્ચને તેમની કોરોના પોઝિટિવની પુષ્ટિ કરી અને એમ પણ કહ્યું કે છેલ્લા 10 દિવસમાં જે લોકોએ તેમના સંપર્કમાં આવ્યા છે તેઓએ તેમના ટેસ્ટ કરાવી લેવા. અમિતાભ બચ્ચનના પરિવારના તમામ સભ્યો અને તેમના સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનાં પરિણામોની રાહ જોવાઇ રહી છે.

અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, “આજે મારા પિતા અને હું બંનેએ કોવિડ-19 પોઝીટીવ આવ્યા છીએ. હળવા લક્ષણો હતા અમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે તમામ જરૂરી અધિકારીઓને જાણ કરી દીધી છે અને અમારા પરિવાર અને કર્મચારીઓના તમામના પરીક્ષણ કરવામાં આવ્યા છે. હું બધાને વિનંતી કરું છું. શાંત રહેવા માટે અને ગભરાશો નહીં. આભાર. “

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલબો-સીતાબો તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*