જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે અને રાજ્યને વિશેષ દરજ્જો આતી કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ચાર ઠરાવો રજૂ કર્યા અને કલમ 370 ને સમાપ્ત કરવાની દરખાસ્ત કરી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય સરળ બહુમતીથી સંસદ પસાર કરી શકે છે.

ચાલો જાણીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી શું બદલાશે …

હવે દેશનો કોઈપણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકશે.

જમ્મુ-કાશ્મીરમાં હવે અલગ ધ્વજ રહેશે નહીં. મતલબ રાષ્ટ્રધ્વજ એક જ ધ્વજ રેહશે.

જમ્મુ અને કાશ્મીરમાં હવે બેવડી નાગરિકતા રહેશે નહીં.

કલમ 370 ના કારણે જમ્મુ-કાશ્મીરમાં મત આપવાનો અધિકાર ફક્ત તે દેશના કાયમી નાગરિકો માટે હતો. અન્ય રાજ્યોના લોકો અહીં મત આપી શકતા નહીં અને ચૂંટણીમાં ઉમેદવાર પણ બની શકતા નહિ. હવે નરેન્દ્ર મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણય બાદ ભારતનો કોઈપણ નાગરિક ત્યાં મતદાર અને ઉમેદવાર બની શકે છે.

જમ્મૂ-કાશ્મીર હવે એક અલગ રાજ્ય નહીં પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.

કાશ્મીર વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે.

વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષના સ્થાને 5 વર્ષનો રહેશે.

કલમ 370ના હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરને અપાયેલા વિશિષ્ટ અધિકારો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ થશે. આ નિર્ણય પછી જમ્મુ-કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ નહીં હોય. જણાવી દઇએ કે કાશ્મીરમાં બંધારણનો અમલ 17 નવેમ્બર 1956 માં કરવામાં આવ્યો હતો. કાશ્મીરમાં હવે કલમ 356 નો ઉપયોગ કરી શકાય છે.

લાદાખને એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો.

આરટીઆઈ અને કેગ જેવા કાયદા પણ અહીં લાગુ પડશે.

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશના કોઈપણ નાગરિકને નોકરી મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*