તમે બિલ ગેટ્સને જાણતા જ હશો, માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ વિશે અમે વાત કરી રહ્યા છીએ. બિલ ગેટ્સ તમને 35 લાખ રૂપિયા આપવા તૈયાર છે પરંતુ તમને આ પૈસા મફતમાં નહીં મળે, તેના બદલે તમારે બિલ ગેટ્સનું કામ કરવું પડશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…

ભારત સ્માર્ટફોન માટે વિશ્વનું સૌથી મોટું બજાર છે. પરંતુ ભારતમાં કરોડો લોકો હજી પણ ફિચર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 50 કરોડ લોકો ફીચર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. સ્માર્ટફોન વપરાશકર્તાઓ તેમના ફોન દ્વારા વધુને વધુ ડિજિટલ ચુકવણી કરી રહ્યાં છે, પરંતુ આ સુવિધા ફીચર ફોન યુઝર્સ માટે નથી.

આવી સ્થિતિમાં, તમારે ફીચર ફોન માટે ચુકવણી સિસ્ટમ તૈયાર કરવી પડશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના અનુસાર, ફીચર ફોન દ્વારા *99# ડાયલ કરવાથી ખૂબ ઓછા વ્યવહારો પાંચ લાખથી પણ ઓછા વ્યવહાર થાય છે, કારણ કે ફીચર ફોનથી ડિજિટલ પેમેન્ટ કરવું સહેલું નથી.

આવામાં NPCIએ CIIE.CO, બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. આ માટે ‘ગ્રાન્ડ ચેલેન્જ પેમેન્ટ્સ યુઝિંગ ફીચર ફોન્સ’ નામની એક સ્પર્ધા યોજવામાં આવી છે. સ્પર્ધા એ ફીચર ફોન્સ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવવાની છે. આ સિસ્ટમ બનાવનારને 35 લાખ રૂપિયા સુધીનું ઇનામ મળશે.

આ સ્પર્ધા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2020 છે. વિજેતાની જાહેરાત 14 માર્ચ 2020ના રોજ કરવામાં આવશે. આ સ્પર્ધામાં પસંદ થયેલ સ્પર્ધકોને 11 ફેબ્રુઆરી 2020થી NPCI APIsનું એક્સેસ મળશે. આ સિવાય NPCIના નિષ્ણાતો પણ ભાગ લેનારને મદદ કરશે.

આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ 50૦ હજાર ડોલર એટલે કે લગભગ 35,84,275 રૂપિયા, અને બીજું 21,50,565 રૂપિયા અને ત્રીજું 14,33,710 રૂપિયા ઇનામ છે. જણાવી દઈએ કે આ રકમમાંથી પણ ટેક્સ કાપવામાં આવશે. આ સ્પર્ધામાં એનપીસીઆઇ ચુકવણી સુરક્ષા સહિત અન્ય ચાર પરિમાણોના આધારે વિજેતાની પસંદગી કરવામાં આવશે. તમે અરજી કરવા માટે આ URL પર જઈ શકો છો. https://grand-challenge.ciie.co/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*