Newly appointed Chief of Defense Staff (CDS) General Bipin Rawat arrives for a joint military guard of honor after assuming office in New Delhi, India, Wednesday, Jan. 1, 2020. Rawat took charge of India's first-ever Chief of Defense Staff on December 31, 2019. (AP Photo/Manish Swarup)

દિલ્હીમાં વૈશ્વિક રાજદ્વારી પર આયોજિત કાર્યક્રમ રાયસીના ડાયલોગ 2020માં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે ગુરુવારે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સખ્ત શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી. જનરલ બિપિન રાવતે કહ્યું કે આતંકવાદ સામેની લડત હજી પૂરી થઈ નથી, આ આગળ પણ ચાલુ રહેશે. જ્યાં સુધી આપણે આતંકવાદના મૂળ સુધી પહોંચશું નહીં ત્યાં સુધી આપણે તેની સામે લડવું પડશે. આતંકનો અંત લાવવા માટે અમારે અમેરિકાના માર્ગે ચાલવું પડશે. 9/11ના આતંકી હુમલા પછી અમેરિકાએ આતંકવાદને નાબૂદ કરવા માટે કડક પગલાં લીધાં હતાં.

જનરલ બિપિન રાવતે કહ્યું, ‘જ્યાં સુધી આતંકવાદને પ્રાયોજીત કરનારા દેશો છે, ત્યાં સુધી આપણે આ ખતરાનો સામનો કરવો જ પડશે. આપણે તેની સાથે નિર્ણાયક રીતે કાર્યવાહી કરવી પડશે. જો આપણને લાગે છે કે આતંકવાદ સામેની લડત સમાપ્ત થઈ રહી છે, તો આપણે ખોટા છીએ. આવા લોકો ભાગીદાર બની શકતા નથી જે આતંકવાદ સામેના વૈશ્વિક યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે અને આતંકવાદને પણ પ્રાયોજિત કરી રહ્યા છે. આતંકવાદને પ્રાયોજીત કરનારા દેશોને રાજદ્વારી કક્ષાએથી અલગ રાખવું જોઈએ. કોઈપણ દેશ આતંકવાદને પ્રાયોજક છે તે જવાબદાર ગણવો પડશે.

જનરલ બિપિન રાવતે તાલિબાન સાથેની વાતચીત પર કહ્યું હતું કે તમારે દરેક સાથે શાંતિપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા જોઈએ પરંતુ આ શરત પર કે તમારે આતંકવાદ છોડવો પડશે. બિપિન રાવતે વધુમાં કહ્યું કે, ‘આતંકવાદને આશરો આપનારા કોઈપણ દેશ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મને લાગે છે કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા તે દેશને બ્લેકલિસ્ટ કરવું એ એક સારી રીત છે. જનરલ રાવતે કહ્યું કે આજે પણ પાકિસ્તાનમાં આતંક દૂર કરવા સંબંધિત કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે, કારણ કે પાકિસ્તાને સમજી લીધું છે કે જે આતંકવાદી સંગઠનો તેમણે ઉભા કર્યા છે તે આજે તેમનું નુકસાન કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*