કોંગ્રેસના ધારાસભ્યએ સોમવારે ગુજરાત વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો જ્યારે તેમણે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્ય પ્રધાન પદની ઓફર કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે જો નીતિન ભાઈ 20 ધારાસભ્યો સાથે તેમની પાર્ટીમાં જોડાશે તો તેમને રાજ્યની કમાન સોંપવામાં આવશે.

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે આ વાત કરી હતી અને કહ્યું કે મેં મારી વ્યક્તિગત ક્ષમતાના આધારે પટેલને ઓફર કરી છે. તેમને ગયા અઠવાડિયે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ એકલા લડી રહ્યા છે. તેમના નિવેદનના સંદર્ભમાં મેં કહ્યું, ‘નીતિનભાઇ તમે એકલા નથી. કોંગ્રેસ તેમની સાથે છે. જો તે ભાજપમાં એકલતા અનુભવે છે, તો તેઓ 20થી વધુ ધારાસભ્યો અને કોંગ્રેસના ટેકાથી અમારી સાથે આવી શકે છે, તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

જ્યારે ઠુમ્મરે ગૃહમાં આ ઓફર કરી ત્યારે નીતિન પટેલ ત્યાં હાજર હતા પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. બાદમાં તેમણે પત્રકારો સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તેમણે આ ઓફર તેમની વ્યક્તિગત ક્ષમતાના આધારે કરી છે.

તેમણે કહ્યું કે જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તો તેમણે અમારી વિચારધારાને અનુસરવી પડશે. 182 સભ્યોવાળા ગૃહમાં શાસક ભાજપ પાસે 103 અને કોંગ્રેસ પાસે 73 સીટ છે. આ દરમિયાન ભાજપે થુમ્મરની ઓફરને મશ્કરી ગણાવી છે.

ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે, “કોંગ્રેસ નીતિન પટેલના નિવેદનનું ખોટું અર્થઘટન કરી હતી અને હવે તેઓ રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે.” તેમણે કહ્યું કે કોંગ્રેસ આવા નિવેદનો આપીને મશ્કરી કરી રહી છે કારણ કે તેઓ છેલ્લા 27 વર્ષથી સત્તાની બહાર છે અને પુનરાગમન કરવા માટે મથામણ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*