25 વર્ષીય બી-ટેક ગ્રેજ્યુએટ ચંદ્રની મુર્મુએ બે વખત ચુટાયેલા સાંસદને હરાવીને ક્યોંઝર બેઠક જીતી લીધી છે.

થોડા મહિના પહેલા ચંદ્રની મુર્મુને ક્યોંઝર બહાર કોઈ ઓળખતું નહિ અને નોકરીની શોધ કરી રહી હતી. તેનો ઉદ્દેશ કાં તો બેન્કમાં પ્રોબેશનરી ઑફિસર અથવા ઓડિશા સરકારના સહાયક વિભાગ અધિકારી અથવા ખાનગી કંપનીમાં યાંત્રિક ઇજનેર બનવાનો હતો. પરંતુ નસીબના વળાંકમાં ચંદ્રની સૌથી નાની ઉમ્રના સંસદ સભ્ય બન્યા છે.

લોકસભામાં 33 ટકા મહિલા સાંસદો ઉપરાંત ઓડિશાએ લોકસભામાં સૌથી નાની ઉમરની મહિલા સાંસદ પણ મોકલી છે. ચંદ્રની મુર્મુ બિજુ જનતા દળ (બીજેડી) ની ટિકિટ પર ક્યોંઝર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. 25 વર્ષીય મુર્મુને લોકસભામાં ઇતિહાસ બનાવ્યો છે અને સૌથી નાની ઉમ્રના સભ્ય હોવાનું શીર્ષક પોતાને નામ કર્યું છે.

ચંદ્રની મુર્મુએ બે વખત ચુટાયેલા ભાજપના સાંસદ અનંત નાયકને 66,203 મતોનો માર્જિનથી હરાવ્યા છે.

ઓડિશામાં કુલ 21 સંસદીય બેઠકો છે, જેમાં સાત મહિલા સાંસદો ચૂંટાયા છે. આ સંખ્યા રાજ્યના કુલ સાંસદોના 33% છે. સંસદમાં 33 ટકા મહિલા સાંસદો સાથે ઓડિશા પ્રથમ રાજ્ય છે.

થોડા મહિના પહેલા અન્ય કોઈ છોકરીની જેમ ચંદ્રનીએ એસ.ઓ.એ યુનિવર્સિટી, ભુવનેશ્વરથી 2017 માં બીટેકની ડીગ્રી મેળવી હતી. બીટેક સમાપ્ત કર્યા પછી તે નોકરી શોધી રહી હતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહી હતી. ચંદ્રનીએ કહ્યું “હું મારી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી નોકરી શોધી રહી હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું રાજકારણમાં આવીશ અને સાંસદ બનીશ’.

અત્યાર સુધી દુષ્યંત ચૌટાલા સૌથી યુવાન એમપી હતા

અગાઉ ભારતીય રાષ્ટ્રીય લોક દળના દુષ્યંત ચૌટાલા 16 મી લોકસભાના સૌથી નાના સભ્ય હતા. તેઓ વર્ષ 2014 માં 26 વર્ષની વયે હિસાર લોકસભા બેઠક માટે ચૂંટાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*