• 18 શહેરોને સીલ કરવામાં આવ્યા પેહલા સીલ કરેલા શહેરમાં વધુ કડક પગલા લીધા.
  • ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસ શંકાસ્પદ સર્વેલન્સ હેઠળ 56 લોકોના મૃત્યુ, 2000 લોકોને ચેપ, 237 લોકો અત્યંત ગંભીર, 1965 લોકો ડોક્ટરની દેખરેખમાં છે.
  • ભારતમાં હોસ્પિટલો, લેબોરેટરી અને બધા રાજ્યોને તૈયાર રહેવા અને સજાગ રહેવા જણાવ્યું હતું.
  • વિદેશી ફ્લાઇટ દ્વારા અત્યાર સુધીમાં ભારત આવનારા 20 હજાર લોકોની તપાસ થઇ છે.

ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ અત્યારે 10થી વધુ દેશોમાં ફેલાયેલો છે અને તેમાં વધુ 15 લોકો માર્યા ગયા છે. ચીનના હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર તમામ મૃત્યુ ચીનના શહેર વુહાનમાં થયા છે જે ચેપનું કેન્દ્ર છે. શનિવારે 400 નવા ચેપી દર્દીઓ અસરગ્રસ્ત થયા હતા. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 56 લોકો માર્યા ગયા છે અને 2000 જેટલા ચેપગ્રસ્ત છે. તેમાંથી 237 અત્યંત ગંભીર હોવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત 1,965 લોકોને શંકાસ્પદ દર્દીઓ તરીકે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

તે જ સમયે ભારતે ચીનને કોરોના વાયરસના ગઢ વુહાનમાં ફસાયેલા 250થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત મોકલવા માટે જણાવ્યું હતું.

તેની અસર સામાન્ય નાગરિકોને પણ થઈ રહી છે. શનિવારે ચીને બીજા શહેરોમાં ટ્રાફિકને અટકાવ્યો હતો જેમાં 18 શહેરોમાંથી 5.6 કરોડ લોકો તેમનાજ ઘરોમાં કેદ થયા છે, વુહાન જેવા શહેરોમાં જ્યાં અગાઉ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા, તેમને કડક બનાવવામાં આવ્યા છે. મધ્યરાત્રિથી તમામ ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ શહેરોને હાઇવે સાથે જોડતા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં ફક્ત સપ્લાય ટ્રકો અને બસોને નિર્ધારિત માર્ગ પર મુસાફરી કરવાની છૂટ છે. જો કે આનાથી નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. એક સગર્ભા સ્ત્રીએ સોશિયલ મીડિયા પર ચીની સરકારને પૂછ્યું કે ડિલિવરીની તારીખ નજીક છે, શું તે હોસ્પિટલમાં ચાલતી જાય ?

દર્દીની સારવાર કરતી વખતે ચાઇનીઝ ડોકટરનું મોત

ચીનમાં ચેપગ્રસ્ત લોકોની સારવારમાં રોકાયેલા એક ડોક્ટરનું પણ શનિવારે અવસાન થયું છે. 62 વર્ષિય સર્જન લિયાંગ વુડોંગ હુબેઇની સિંહુઆ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. શનિવારે સવારે તેમનું અવસાન થયું હતું. એવી આશંકા છે કે ગયા અઠવાડિયે તે જ સમયે તે ચેપથી પીડાઈ રહ્યા હતા.

લક્ષણો વિના લોકોમાં ચેપ ફેલાય છે

લેન્સેટ મેડિકલ જર્નલએ સંશોધન પ્રકાશિત કરીને દાવો કર્યો છે કે ચીનના શેનઝેન શહેરમાં એક પરિવારને ચેપ લાગ્યો છે. આ પરિવારના પાંચ લોકો તાજેતરમાં વુહાનથી પરત ફર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક બાળકમાં કોરોના વાયરસ હાજર છે પરંતુ તેને ચેપના કોઈ ચિહ્નો નથી. આ સાબિત કરે છે કે કોરોના વાયરસનો ચેપ સતત ફેલાતો રહ્યો છે અને લોકોને શોધી કાઢવા આસાન નથી.

2 વર્ષની બાળકીને પણ અસર

ચેપગ્રસ્ત દર્દીઓમાં એક બે વર્ષની બાળકી પણ મળી આવી છે. તેના પરિવારજનો તેને મંગળવારે વુહાનથી હેચી લઈ આવ્યા હતા. તે હોસ્પિટલમાં દાખલ છે.ચીનના જણાવ્યા અનુસાર મોટાભાગના મૃતકો 50 વર્ષથી વધુ વયના છે.

વુહાનથી બ્રિટન આવેલા બે હજાર લોકોની શોધખોળ તીવ્ર

યુરોપમાં કોરોના વાયરસના આગમન સાથે યુકે સરકાર અને આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. બ્રિટનમાં એક વ્યક્તિમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. આ પછી યુકે સરકારે છેલ્લા બે અઠવાડિયામાં વુહાનથી બ્રિટન પરત આવેલા બે હજાર લોકોની શોધખોળ ઝડપી બનાવી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*