કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના વાયરસને કારણે દેશભરમાં જારી કરાયેલા 21 દિવસના લોકડાઉનને આગળ નહીં લંબાવામાં આવે. એવી ચર્ચાઓ હતી કે લોકડાઉનને વધુ લંબાવી શકાય છે. સરકારે સ્પષ્ટ કર્યું કે તેમની પાસે આવી કોઈ યોજના નથી.

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ આજે ​​સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન વધારવાની સરકારની કોઈ યોજના નથી. તેમણે કહ્યું, ‘લોકડાઉન વધવાના અહેવાલને જોઈને હું ચોંકી ગયો છુ. સરકારની આવી કોઈ યોજના નથી.

ભારતમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાને જોતાં અહેવાલો આવી રહ્યા હતા કે સરકાર લોકડાઉન વધારવાનું વિચારી શકે છે. જોકે સરકારની સ્પષ્ટતા બાદ લોકડાઉન અંગેની શંકા પુરી થઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,024 દર્દીઓ નોંધાયા છે, જ્યારે આ જીવલેણ રોગથી 27 લોકોનાં મોત નીપજ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*