કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખીને કાણા વાળા N-95 માસ્ક પહેરવા સામે ચેતવણી આપી છે કે તે વાયરસનો ફેલાવો રોકતા નથી અને તે કોવિડ-19ને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓની ‘વિરુદ્ધ’ છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર

આરોગ્ય મંત્રાલયમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક રાજીવ ગર્ગે રાજ્ય આરોગ્ય સચિવોને  પત્ર લખ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે લોકો N-95 માસ્કનો ‘અયોગ્ય ઉપયોગ’ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં શ્વસન કરવા માટે કાણા આપવામાં આવ્યા છે” ધ્યાનમાં લેવામાં આવ્યું છે કે છિદ્રિત શ્વાસોચ્છવાસ વાળા N-95 માસ્ક કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે અપનાવવામાં આવેલા પગલાઓની વિરુદ્ધ છે કારણ કે તે માસ્કમાંથી વાયરસને આવવાનું અટકાવતું નથી.” આને ધ્યાનમાં રાખીને હું તમને વિનંતી કરું છું કે ચહેરાને કવર કરવાના ઉપાયને અનુસરવા અને એન -95 માસ્કના અયોગ્ય ઉપયોગને રોકવા માટે તમામ સંબંધિતોને સૂચના આપો. ‘

લોકો કોરોનાથી બચવા માટે N-95 માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે

લોકો N-95 માસ્કનો વ્યાપક ઉપયોગ કરે છે. દેશમાં વધી રહેલા કોરોના કેસના પગલે સરકારની આ ચેતવણી મહત્વપૂર્ણ બની છે. સરકારના આદેશને પગલે હવે છિદ્રો વિનાના માસ્કનો ઉપયોગ વધશે. દેશમાં લગભગ 11.5 લાખ કોરોના કેસ છે, જ્યારે આ જીવલેણ રોગને કારણે 28 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

કેન્દ્રએ એપ્રિલમાં ગાઈડલાઈન્સ જારી કરી હતી

કેન્દ્રએ એપ્રિલમાં એક ગાઈડલાઈન્સ જારી કરીને લોકોને ઘરેલું માસ્કનો ઉપયોગ કરવા અને તેમના ચહેરા અને નાક ઢાંકવા જણાવ્યું હતું. કેન્દ્રએ કહ્યું હતું કે જ્યારે લોકો ઘરમાંથી બહાર નીકળે ત્યારે તેઓએ નાક અને મોં ઢાંકવું જોઈએ. કેન્દ્રની સલાહમાં કહેવામાં આવ્યું કે આવા માસ્ક દરરોજ ધોવા, આ સિવાય સુતરાઉ કાપડનો પણ ઉપયોગ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*