મંદી દરમિયાન રોકાણકારે શું કરવું જોઈએ? શું મંદી પણ સારી આવકની તકમાં ફેરવી શકાય છે? લોકોના આ અંગે જુદા જુદા મંતવ્યો છે, પરંતુ જેને ‘રોકાણના ગુરુ’ કહેવામાં આવે છે, તેમનું  આ વિશે શું કહેવું છે? મંદીના બજારમાં વોરન બફેટે શું કહેવું છે?

વિશ્વભરના રોકાણકારો બફેટની સલાહ પર આંધળો વિશ્વાસ રાખે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે વોરન બફેટે પોતે કહ્યું છે કે કોઈ રોકાણકાર તરીકે કોઈની વાત પર આંધળો વિશ્વાસ કરવો એ સૌથી મોટી ભૂલ છે. અને શિખાઉ રોકાણકારો અહીંથી જ સૌથી મોટી ભૂલ કરે છે.

વિશ્વના સૌથી સફળ રોકાણકાર વોરન બફેટ અમેરિકન કંપની બર્કશાયરના સીઈઓ છે અને વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ 7,900 કરોડ ડોલરથી વધુ છે. રોકાણના નિયમો વિશેના તેમના પ્રખ્યાત અવતરણો એ છે કે “નિયમ નંબર 1 ક્યારેય પૈસા ગુમાવો નહિ. અને નિયમ નંબર 2 નિયમ નંબર 1 ને ક્યારેય ભૂલો નહિ”.

પાઠ નંબર 1: રોકાણના મૂળ નિયમો હેઠળ જ રોકાણ કરો

રોકાણ કરતી વખતે સૌથી અગત્યની બાબત. વોરન બફેટ કહે છે કે કોઈપણ કંપનીમાં ફક્ત એટલા માટે રોકાણ ન કરો કે તેમાં તેજી છે, પરંતુ મૂળભૂત નિયમોનું પાલન કરો. જેમ કે તમે જે કંપનીમાં રોકાણ કરો છો તેના વ્યવસાયને સમજો છો? શું કંપનીની ઓપરેટીંગ ઇતિહાસ સારો છે? કંપનીનું મેનેજમેન્ટ કેવું છે? કંપની જે વ્યવસાય કરે છે તેની વેલ્યુ કેટલી છે. આ બધા પોઇન્ટ સ્કેલ બનાવીને કંપનીમાં રોકાણ કરો.

પાઠ નંબર 2: બજારના ફેરફારોનો સમજો અને લાભ લો

2016-17ની આસપાસ રિટેલ બિઝનેસમાં સારી તેજી જોવા મળી. પરંતુ તે સમયે રિટેલ બિઝનેસે પરંપરાગત શોપિંગ મોલને બદલે ઓનલાઈન બજારનું સ્વરૂપ લઈ રહ્યું હતું. તેથી આ પરિવર્તનની અનુભૂતિ થતાં બફેટે તેના વોલમાર્ટ શેર વેચી અને એમેઝોન શેર ખરીદ્યા.

પાઠ નંબર 3: તમારે સારા વ્યવસાયિક બાસ્કેટ ખરીદવા જોઈએ

અર્થવ્યવસ્થા ભલ્લે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હોય, પરંતુ સારા વ્યવસાયની કંપનીઓ ઘણી વાર માર્કેટમાં સારું પ્રદર્શન કરે છે. તેથી જ રોકાણકારોએ આવી વ્યવસાયિક બાસ્કેટની કંપનીઓની શોધ ચાલુ રાખવી જોઈએ. તેઓ મંદીના બજારમાં પણ કમાણી કરી શકે છે.

પાઠ નંબર 4: દૃષ્ટિકોણમાં ફેરફાર માટે અવકાશ જાળવો

કોઈ એક સિદ્ધાંતને આદર્શ તરીકે વળગી રહેવું યોગ્ય નથી. પરીક્ષણ પછી નવા ફેરફારો સ્વીકારવા જોઈએ. વોરન બફેટે પોતાના અનુભવો ટાંકતા જણાવ્યું છે કે અગાઉ તેઓ માનતા હતા કે એરલાઇન્સ કંપનીઓ મોતનો કુવો છે. પરંતુ તેમના એક સાથીએ આ ક્ષેત્રમાં સારા ગ્રોથની વકાલત કરી, જેના પછી આ ક્ષેત્રમાં એકત્રીકરણ પણ જોવા મળ્યું.

આ પછી વોરન બફેટે ખુદ કહ્યું કે તેમની કંપનીએ સાઉથવેસ્ટ એરલાઇન્સના શેર ખરીદવા જોઈએ. આનો અર્થ એ થયો કે વોરન પોતે એક વસ્તુ પર ટકી રહ્યા નહિ અને ફેરફારોને અપનાવ્યા.

પાઠ નંબર 5: અચાનક તેજી જોઇને લાલચમાં ન આવો

યાદ રાખો 2017માં બિટકોઇનમાં જબરદસ્ત તેજી આવી હતી. પરંતુ હવે બિટકોઇન સુસ્ત છે. વોરન બફેટે 2014માં જ બિટકોઇનને મિરાજ મતલબ છલાવો ગણાવ્યો હતો.

પાઠ નંબર 6: ધંધાની સમજ હોય ​​તેવા વ્યવસાયમાં રોકાણ કરો

અમેરિકામાં પણ જ્યારે ડોટ કોમ કંપનીઓની તેજી હતી, ત્યારે વોરન બફેટે તે કંપનીઓમાં રોકાણ કર્યું ન હતું કારણ કે તે વ્યવસાયની તેમનામાં સમજ હતી નહિ. એક રોકાણકાર તરીકે તમને બધા વ્યવસાયની સમજ ન હોઈ શકે, તેથી જે વ્યવસાયની સમજ હોય તેમાં રોકાણ કરો.

પાઠ નંબર 7: શેરના સાચા મૂલ્યને પકડો

વોરન બફેટ કહે છે કે, કંપનીના શેર મોટા ભાવે ખરીદવાને બદલે કંપનીના શેર યોગ્ય કિંમતે ખરીદવા જોઈએ. પ્રમોટર્સનો દેખાવ જોઈને શેરનું મૂલ્ય ક્યારેય નક્કી ન કરો.

પાઠ નંબર 8: ધૈર્ય અને શિસ્ત જાળવો

જો શેર સસ્તો થઈ રહ્યો છે અને કંપનીના ફંડામેન્ટલ્સથી લઈને મેનેજમેન્ટ સુધીનું બધું બરાબર છે, તો પછી ઉત્સાહથી દોડશો નહીં અને ખરીદી કરો નહીં. વોરન બફેટ કહે છે કે રોકાણ કરતી વખતે જોશને ક્યારેય મગજ પર હાવી ન થવા દો. રોકાણકાર તરીકે તમારી શિસ્ત રાખો.

પાઠ નંબર 9: કોઈએ માત્ર સસ્તા ભાવો જોઈને શેરો ખરીદવા જોઈએ નહીં

વોરન બફેટ માને છે કે માત્ર શેરના સસ્તા ભાવો જોઈને સ્ટોક ખરીદવો એ સૌથી મોટી મૂર્ખતા છે. જો કોઈ શેરની કિંમત 50 રૂપિયાથી ઘટીને 40 રૂપિયા થઈ ગઈ છે, તો તમારા માટે આ વધુ સારી ડીલ હોવી જરૂરી નથી. કદાચ આજે કંપનીની સ્થિતિ અનુસાર શેરની કિંમત 40 રૂપિયા ખૂબ છે. હંમેશાં કંપનીના ફંડામેન્ટલ્સ, પ્રદર્શન, કમાણી જોઈને જ રોકાણ કરો. તમારી સીક્શ સેન્સનો બિલકુલ ઉપયોગ કરશો નહીં.

પાઠ નંબર 10: માર્કેટની અસ્થિરતા તમારી મિત્ર છે

બફેટ માને છે કે બજારમાં થતી અસ્થિરતાને દુશ્મન તરીકે ન જુઓ, પરંતુ આ અસ્થિરતાને તમારો મિત્ર બનાવો. જો તમે અસ્થિરતાના સ્વભાવને સમજો છો, તો પછી પૈસા કમાવવાનો આ શ્રેષ્ઠ સમય છે.

તેમની કંપની બર્કશાયર હેથવેએ ઇતિહાસમાં લગભગ 3 વખત તેની નેટવર્થના 50% કરતા વધારે ગુમાવી દીધી છે. પરંતુ બફેટે તેની વ્યક્તિગત નેટવર્થના 2% કરતા વધારે કયારે ગુમાવી નથી. એટલા માટે કારણ કે તેઓએ અસ્થિરતાના સમયગાળા દરમિયાન સારી કંપનીમાં શેર ખરીદ્યા હતા.

વોરન બફેટનું વ્યક્તિત્વ અને કદ રોકાણની દુનિયામાં એટલા મોટા છે કે તેને 10 મુદ્દાઓમાં સમાવી શકાય નહીં. વોરન બફેટનું ફિલોસોફી લાંબા સમય સુધી રોકાણકારો માટે માર્ગદર્શક આચાર્ય તરીકે સેવા આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*