આ સમયે સંસદમાં ફરીથી ચૂંટણીલક્ષી બોન્ડ ચર્ચામાં છે અને અને ભારે હોબાળો મચી ગયો છે. પરંતુ અમે મીડિયા અને વિપક્ષને દોઢ વર્ષ પછી જાગૃત થવા બદલ અભિનંદન આપવા માંગીએ છીએ!

નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 6000 કરોડના ચૂંટણી બોન્ડ વેચાયા હતા. ચૂંટણી પંચમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પક્ષો દ્વારા દાખલ વાર્ષિક ઓડીટના અહેવાલો આવ્યા બાદ વિપક્ષનું કેહવું છે કે આમાંથી ભારતીય જનતા પાર્ટી માટે 4,500 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ્સ ખરીદવામાં આવ્યા હતા.

ભાજપે આ સંદર્ભમાં પોતાનો અંતિમ ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચને સુપરત કરવો પડશે. બીજી તરફ, કોંગ્રેસના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની પાર્ટીને ચૂંટણી બોન્ડ તરીકે 550 કરોડ રૂપિયા મળ્યા છે અને તેમણે પોતાનો અહેવાલ ચૂંટણી પંચને મોકલ્યો છે. જોકે ચૂંટણી પંચે તેની પોતાની વેબસાઇટ પર કેમ તેને અપડેટ કર્યું નથી તે ખબર નથી. પંચ સમક્ષ વાર્ષિક ઓડીટ રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોમ્બર હતી.

શું ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ વિશે માહિતી આપવી જરૂરી છે?

લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 29(C) અને આઈટી એક્ટની કલમ 13(A)માં સુધારા મુજબ રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ વિશે ચૂંટણી પંચને જાણ કરવાની અથવા આ અંગે કોઈ એકાઉન્ટ અથવા દસ્તાવેજ જાળવવાની જરૂર નથી. જો કે, આવકવેરા કાયદાની કલમ 139 4B હેઠળ રાજકીય પક્ષો માટે તેમની આવકની જાણ ચૂંટણી પંચને કરવી જરૂરી છે.

ચૂંટણી પંચ રાજકીય પક્ષોને વાર્ષિક ઓડીટ રિપોર્ટ સબમિટ ન કરવા બદલ કારણદર્શક નોટિસ ફટકારી શકે છે. તેમ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય.કુરેશીએ જણાવ્યું હતું

6000 કરોડના ચૂંટણી બોન્ડ કોણે ખરીદ્યા?

ચૂંટણી સરકારી બોન્ડ યોજનાને મોદી સરકારમાં જાન્યુઆરી, 2018માં જાહેર કરવામાં આવી હતી. એવું કહેવાતું હતું કે આનાથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા આવશે. પરંતુ તેણે ચૂંટણીના ભંડોળને અપારદર્શક બનાવ્યું છે. રાજકીય પક્ષો માટે ચૂંટણી બોન્ડ દાતા વિશે ચૂંટણી પંચને કહેવું જરૂરી નથી. તેથી 6000 કરોડ રૂપિયાની ચૂંટણી બોન્ડ પાર્ટીઓ માટે ખરીદનારા કોણ હતા તે ક્યારેય જનતા સમજી શકશે નહીં.

વર્ષ 2017માં કાયદો લાગુ થયા પછી, ચૂંટણી બોન્ડની જોગવાઈ કરવામાં આવી હતી. એક ખાનગી ન્યુઝપેપરે માન્ય સંસ્થાથી તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે તે શોધી શકાય તેવું છે, એટલે કે તેમાં દાતાની શોધ કરી શકાય છે. પરંતુ આ માહિતી ફક્ત સરકારને જ મળી શકે છે, જનતાને નહીં.

આનો મતલબ એ છે કે, ઇલેક્ટ્રોલ બોન્ડને એ બતાવીને રજુ કર્યું હતું કે આ ચૂંટણીમાં કાળા નાણાંના વ્યવહારને બંધ કરશે. ચૂંટણી સુધારણામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, આ બધી ફક્ત એક વાર્તા હતી, સત્ય આનાથી એકદમ વિપરીત છે.

હવે શા માટે ચર્ચામાં છે?

એક આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું કે આરબીઆઈએ સરકારને કહ્યું હતું કે આ બોન્ડ બરાબર નથી અને આનાથી મની લોન્ડરિંગનું જોખમ વધે છે. આ સિવાય ચૂંટણી પંચે પણ વાંધો ઉઠાવ્યો હતો કે તેનાથી કાળા નાણાંના પરિભ્રમણમાં વધારો થશે. પરંતુ આ તમામ વાંધાઓને બાકાત રાખીને સરકારે ચૂંટણીલક્ષી બોન્ડ લાવ્યા.

ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે શું?

ઇલેક્ટ્રોલ બોન્ડ એ બેયરર બોન્ડ છે એટલે કે કોઈપણ વ્યક્તિ, કોર્પોરેટ હાઉસ અથવા સંસ્થા એસબીઆઈ પાસેથી આ બોન્ડ ખરીદી શકે છે અને રાજકીય પક્ષોને દાન તરીકે આપી શકે છે. રાજકીય પક્ષો બેંકમાં આ બોન્ડ કેશ કરીને પૈસા મેળવે છે.

જ્યારે પ્રથમ રાઉન્ડનું દાન પૂરું થયું હતું, ત્યારે ADR દ્વારા કરવામાં આવેલા સંશોધનથી બહાર આવ્યું હતું કે દાનની રકમમાંથી 90% રકમ શાસક પક્ષ ભાજપના ખાતામાં જાય છે.

જ્યારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડ્સની પારદર્શિતાને પડકારવામાં આવી હતી, ત્યારે કોર્ટે કહ્યું હતું કે ‘સીલ કવર’માં અમને કહો કે કેટલા પૈસા કોને ગયા. સામાન્ય લોકોને સમાચાર મળી શક્યા નહીં. ‘સીલબંધ કવર’ એ સંસ્થાઓને બિનઅસરકારક બનાવવા માટેનું એક સાધન પણ છે.

આ પણ જાણીલો કે ચૂંટણી બોન્ડ વિશે એક જોગવાઈ છે કે જેની પાસે 1% વોટ શેર હશે તે જ દાન લઈ શકે છે. કાયદા મંત્રાલયે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેની અવગણના પણ કરવામાં આવી હતી.

આરટીઆઈમાં વધુ એક ઘટસ્ફોટ

આરટીઆઈની એક બીજી વાત બહાર આવી છે, જેને વિપક્ષ પણ મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કાયદો લોકસભાની ચૂંટણીમાં દાન એકત્ર કરવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ સરકારના ઉચ્ચ સ્તરે દબાણ હેઠળ વિધાનસભા માટે પણ તેનો અમલ કરવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ જણાવવામાં આવ્યું કે લગભગ 6000 કરોડનું દાન કરાયું છે. પરંતુ વાસ્તવિકતા આ આંકડાથી ઘણા દૂર છે. નિષ્ણાંતોના મતે આ ચૂંટણીની અંદાજીત કિંમત 50,000-60,000 કરોડ હતી. તેથી જો કોઈ માને છે કે આ ચૂંટણી ફક્ત ચેકના જથ્થા દ્વારા કરવામાં આવે છે, તો તે સત્યથી ઘણું દૂર છે.

આ સમગ્ર પ્રક્રિયા અપારદર્શક બનાવવામાં આવી હતી, ભયનું વાતાવરણ ઉભું કર્યું જેનાથી કોઈને ઈચ્છા હોય તો પણ વિરોધી પક્ષોને દાન આપે નહિ. એજન્સીઓનો ભય ઉભો કર્યો હતો. સરકાર જાણે છે કે જો કોઈએ 100 રૂપિયાના બોન્ડમાં 90 રૂપિયા આપ્યા, તો બાકીના 10 રૂપિયા ક્યાં ગયા. પ્રક્રિયા તામજામ વાળી છે પરંતુ સરકાર માટે આ શક્ય છે. તેથી જ દાતાઓ વિરોધી પક્ષોને દાન આપવામાં ડરતા હોય છે!

ચુટણી બોન્ડથી ઓળખ છુપાવવાના દાવા, પારદર્શિતાના દાવા, કાળા નાણાં ખતમ કરવાના દાવા ખોટા છે.

જ્યારે વિવાદ વધતો ગયો, ત્યારે નાણાં મંત્રાલયે પીઆઈબી દ્વારા નિવેદન જારી કર્યું કે તે એક ‘રેન્ડમાઇઝ્ડ સીરીયલ નંબર’ છે, એટલે કે શબ્દોની જાળીમાં ફસાયેલ છે.

આ મુખ્ય પ્રવાહના માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચ્યું નહીં, વિપક્ષે આ મુદ્દાને ગંભીરતાથી ન લીધો, ઘણા મોડે જગ્યા. હવે જ્યારે આ મામલો ગરમાયો છે, તે સમજવું પડશે કે વિપક્ષના ભંડોળ પર હુમલો લોકશાહીને ગૂંગળાવવા જેવું છે. આ કૌભાંડની તપાસ થવી જોઈએ અને સત્ય બહાર આવવું જોઈએ. કારણ કે માલિક જનતા છે, શાસન નહિ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*