છેલ્લા બે-ત્રણ દિવસથી ભારતના મોટા શહેરોમાંથી લાખો લોકોની હિજરતના સમાચાર આપણે વાંચી રહ્યા છીએ ત્યારે આ જોતા લાગે છે કે કદાચ આપણે ઇટલી જેવી ભૂલતો નથી કરી રહ્યા ને? આ ખૂબ જ જોખમી સંકેતો છે. ખરેખર ઇટાલીમાં એક-બે મહિના પહેલા આવીજ રીતે લોકો પલાયન કરી રહ્યા હતા અને તે પછી કોરોના વાયરસ કાળમાં ફેરવાઈ ગયો હતો જે હજારો લોકોને ભરખી ગયો, આખી દુનિયા આજે એની સામે જજુમી રહી છે.

ઇટાલીને ભૌગોલિક રૂપે ઉત્તર અને દક્ષિણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરી ઇટાલીમાં આવા ઘણા કેન્દ્રો છે. લોમ્બાર્ડીને દેશની ઔધ્યોગીક શક્તિ કહેવામાં આવે છે, દક્ષિણ ઇટાલીના સિસિલિયા, નેપલ્સ, પાલેર્મો વગેરેમાંથી મોટી સંખ્યામાં નાગરિકો અહીં આવે છે. અહીંથી કોરોના વાયરસનો ફેલાવો મોટા પાયે શરૂ થયો હતો. ત્યાર બાદ દેશના વિવિધ ભાગોને એક પછી એક લોકડાઉન કરવામાં આવી રહ્યા હતા ત્યારે દક્ષિણ ઇટાલીના હજારો લોકો તેમના ઘરે પલાયન કરી રહ્યા હતા.

લોકડાઉન થયું ત્યારે હજારો લોકો દક્ષિણ ઇટાલી પહોંચ્યા હતા. લોકોએ વિચાર્યું કે 10-15 દિવસમાં પરિસ્થિતિ સુધરશે. પરંતુ જ્યારે પરિવહન સેવા પણ બંધ થઈ ગઈ ત્યારે બધા ત્યાં જ અટવાઈ ગયા છે. વાયરસે પહેલા ઉત્તરી ઇટાલીમાં ભયાનકતા બતાવી હતી અને હવે તે દક્ષિણ ઇટાલીમાં પણ ફેલાયેલ છે.

ટ્રેનો દ્વારા ઘરે પહોંચ્યા, તેમની વચ્ચે પણ ચેપનો ફેલાવો …

જ્યારે ઇટાલીમાં હિજરત થઈ હતી, ત્યારે મોટાભાગની ટ્રેનો દોડતી હતી. લોકો આનો ઉપયોગ કરતા હતા. અચાનક ટ્રેનોમાં ધસારો થયો. કોરોના વાયરસ વિશે એક જાણીતી હકીકત છે કે તેના ચેપમાં સાતથી 14 દિવસ સુધી ચેપના લક્ષણો દેખાતા નથી. પરિણામે ટ્રેનમાં સવાર સામાન્ય લોકોને પણ ચેપ લાગ્યો હતો. ટ્રેનથી બીજા મુસાફરોમાં પણ વાયરસ ફેલાતો રહ્યો.

ડોકટરો જોખમ લઈને કરી રહ્યા છે કામ

ઇટાલીમાં ડોકટરો અને પેરા-મેડિકલ સ્ટાફની અછત છે. નિવૃત્ત તબીબી કર્મચારી તેમની સેવાઓ આપી રહ્યા છે. જે શહેરોમાં ચેપ ઓછો છે ત્યાંથી ડોકટરો જીવનનું જોખમ લઈ રહ્યા છે અને વધુ ચેપવાળા શહેરોમાં સેવાઓ આપવા જઈ રહ્યા છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે દર્દીઓના જીવ બચાવ્યા છે. દેશમાં પહેલા કરતાં ડોકટરોની વધુ આદર સાથે જોવામાં આવી રહી છે. ક્યુબા અને ચીને પણ ડોકટરો મોકલ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*