shopping festival ahmedabad

અમદાવાદ ખાતે મ્યુનીસીપલ કોર્પોરેશન અને ગુજરાત ટ્રેડર્સના પ્રયાસોથી શોપિંગ ફેસ્ટીવલ 2019નું આયોજન થવા જઈ રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતના એક ભાગ રૂપે આ વર્ષે દરેક વેપારીઓ આ ફેસ્ટીવલમાં ભાગ લઇ શકે તે માટે “અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ-2019” ના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. ફેસ્ટીવલ જાન્યુઆરી માસની ૧૧ થી ૧૭મી તારીખ સુધી રહેશે.

આ ફેસ્ટીવલનો મુખ્ય હેતુ લોકો સુધી અવનવી વસ્તુઓ અને ડીઝાઈનો પહોચે તથા હોલસેલ તથા રીટેલ વેપારીઓનો વિકાસ થાય તે છે.

જેમાં અમદાવાદના લગભગ 80 જેટલા વેપારીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. આ ફેસ્ટીવલ દ્રારા વેપારીઓની આવકમાં વધારો થઇ શકે છે તેમજ તેમને નવા ગ્રાહકો મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*