છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ પક્ષને અલવિદા કહી ચુકેલો અલ્પેશ ઠાકોર હવે આવતીકાલના રોજ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. અલ્પેશ ઠાકોર ભલે ભાજપમાં જોડાય પરંતુ પક્ષ તરફથી હજુ તેને કોઈ જવાબદારી સોંપવામાં આવશે નહિ માત્ર ભાજપ પક્ષનો કાર્યકર્તા બનીને રહી જશે. વળી અલ્પેશ ઠાકોરે એવું પણ જણાવ્યું હતું કે પાર્ટી જે કામ સોંપે તે નિભાવવા માટે તૈયાર છું.
અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયો ત્યારે ધવલસિંહ ઝાલા પણ કોંગ્રેસમાં હતો હવે અલ્પેશ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે ત્યારે ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાશે. અત્યારે ભાજપ ભલે અલ્પેશને આવકારી રહ્યું હોય પરંતુ અલ્પેશને હવે મંત્રીપદ તો દુર પરંતુ વિધાનસભાની ચૂંટણી લડવાની ટીકીટ મળશે તે પણ એક પ્રશ્ન છે.
છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે અલ્પેશને ભાજપ પક્ષ દ્વારા મંત્રીપદ સોંપવામાં આવશે. પરંતુ આ તમામ વિચારધારાઓ અંતે ખોટી પડી છે. અને આવતી કાલે ભાજપના અગેવાનોની હાજરીમાં અલ્પેશ ઠાકોર કેસરિયો ધારણ કરવા જઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*