ગુજરાત સ્પેશીયલ 26: સત્તા કોની ? જાણો જામનગર લોકસભા બેઠક વિષે
Newsdrishti

જામનગર લોકસભામાં 1962થી 2014 સુધીમાં આંઠ વખત કોંગ્રેસ, છ વખત ભાજપ અને બે વખત અન્ય પાર્ટીની જીત થઇ છે. આ બેઠક પર ક્યારેય કોઈ એક પક્ષની સત્તા રહી નથી કાયમી બદલાવ આવતો રહ્યો છે. 2014 લોકસભા ચૂંટણી વખતે આ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી વિક્રમભાઈ માડમ અને ભાજપ પક્ષ તરફથી તેની ભત્રીજી પુનમબેન માડમ લડ્યા હતા અને વિજય પણ મેળવ્યો હતો.

વર્ષ 2014
ભાજપ: પુનમબેન માડમ (વિજેતા)
કોંગ્રેસ: વિક્રમભાઈ માડમ

જામનગર બેઠક પર સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
જેમાં ત્રણ બેઠક જામનગર ૧, જામનગર ૨, દ્વારકામાં ભાજપની સત્તા છે જયારે જામનગર ૩ ગ્રામ્ય, કાલાવડ, જામજોધપુર અને ખંભાળિયા આ ચાર બેઠક પર કોંગ્રેસની સત્તા છે.

જ્ઞાતિ સમીકરણો
અહીં સૌથી વધુ મતદારો પટેલ જ્ઞાતિના છે ત્યારબાદ આહીર અને મુસ્લિમ જ્ઞાતિના મતદારો છે. આ ઉપરાંત ચૂંટણી માટે રાજપૂત અને સતવારા સમાજના લોકો પણ પક્ષને જીતાડવા માટે મહત્વનો ભાગ ભજવશે. ગઈ વખતે આહીર જ્ઞાતિના કાકા-ભત્રીજી વચ્ચે જંગ જામ્યો હતો તો આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે આહિર જ્ઞાતિના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.

વર્ષ 2019
ભાજપ : પૂનમબેન માડમ
કોંગ્રેસ: મુળુભાઈ કંડોરિયા

કોણ છે ભાજપ પક્ષના ઉમેદવાર પુનમબેન માડમ
જામનગર ખાતે જન્મેલા પુનમ માડમ ૨૦૦૯ સુધી દિલ્હીમાં રહ્યા હતા ત્યારબાદ તેઓ ખંભાળિયામાં સ્થાયી થયા હતા અને હાલ તેઓ જામનગરમાં રહે છે. રાજકારણની વાત કરીએ તો તેઓ પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ વર્ષ 2012માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ 2014માં તેઓ પોતાના કાકાની સામે જામનગર બેટક પર ભાજપ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા અને વિજય મેળવ્યો હતો. જયારે ભાજપે આ વખતે પણ પૂનમબેનને જ મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર પુનમ માડમનું વિશેષ પ્રભુત્વ છે. લોકોએ તેમને “બેન”નું બિરુદ આપ્યું છે. ભાજપના મહિલા ઉમેદવારો માંથી પૂનમબેન એક મજબુત ચહેરો છે.

કોણ છે કોંગ્રેસ પક્ષના મુળુભાઈ કંડોરિયા
આહીર જ્ઞાતિના મુળુભાઈ જીલ્લા પંચાયત જામનગરના સભ્ય ઉપરાંત એક સફળ બીઝનેસ મેન છે તેઓ વર્ષ ૨૦૧૧માં મયુર સી સ્ટાર હોટેલના ડીરેક્ટર રહી ચુક્યા છે તથા ૨૦૧૨માં તેઓ રીસર્ચ કંપનીના ડીરેક્ટર તથા ૨૦૧૪માં સમર્પણ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ડીરેક્ટર બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*