gujarat rajkot lok sabha election 2019 candidates name
Newsdrishti

રાજકોટથી જ નરેન્દ્ર મોદી પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટના જ છે જેનો ફાયદો ભાજપને થઇ શકે છે આમ પણ શહેરી વિસ્તારની બેઠક હોવાથી કોંગ્રેસના ઉમેદવારની જીતની શક્યતા ઓછી છે તેમ છતાં કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ઉતારી બરાબરની ટક્કર આપવાના સંકેતો આપી દીધા છે.

વર્ષ 2014
ભાજપ: મોહન કુંડારિયા (વિજેતા)
કોંગ્રેસ: કુંવરજી બાવળિયા

રાજકોટ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાં
રાજકોટ પૂર્વ,રાજકોટ પશ્ચિમ,રાજકોટ ગ્રામ્ય અને રાજકોટ દક્ષિણ એમ ૪ બેઠકો પર ભાજપની જીત થઇ હતી તો ટંકારા, વાંકાનેર અને જસદણ એમ ૩ બેઠકો પર કોંગ્રેસની જીત થઇ હતી પાછળથી જસદણના ધારાસભ્ય ભાજપમાં જોડાતા પેટાચૂંટણીમાં આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી

જ્ઞાતિ સમીકરણો
આ બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ પાટીદાર સમાજના લોકોનું છે. સૌથી વધુ મતદારો પણ કડવા પટેલ સમાજ ના જ છે.

વર્ષ 2019
ભાજપ: મોહન કુંડારિયા
કોંગ્રેસ: લલિત કગથરા

કોણ છે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા
તેઓ વર્ષ ૧૯૯૫ થી 2012 સુધી વિધાનસભાના સભ્ય રહી ચુક્યા છે. ત્યારબાદ તેઓ વર્ષ 2014માં રાજકોટ લોકસભા બેઠક પર થી લડ્યા હતા અને વિજેતા પણ બન્યા હતા. આ ઉપરાંત તેઓ ખેતીવાડી અને ખેડૂત કલ્યાણ સમિતિના પણ મંત્રી છે.

કોણ છે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા
લલિત કગથરા ટંકારાના ધારાસભ્ય છે. રાજકોટ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ હોવાથી બન્ને પક્ષે કડવા પાટીદાર સમાજને મેદાને ઉતાર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*