lakshmi agrawal acid attack

એસીડ એટેકથી પીડાયેલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની ચુકેલી લક્ષ્મી અગ્રવાલના જીવન પર ફિલ્મ છપાક બની રહી છે. જેમાં દીપિકા પાદુકોણ કામ કરી રહી છે. આખરે કોણ છે આ લક્ષ્મી અગ્રવાલ અને શું છે તેની કહાની આવો જાણીએ.

વર્ષ 2005માં લક્ષ્મી જયારે 15 વર્ષની હતી અને સાતમાં ધોરણમાં ભણી રહી હતી ત્યારે તેની તેની ઉમરથી બમણી ઉમરના માણસે તેને લગ્ન કરવા માટે પ્રપોસ કર્યું. લક્ષ્મીએ તેને ના પાડીતો તે માણસે તેના પર એસીડ હુમલો કર્યો. 22 એપ્રિલ 2005ના રોજ સવારે લક્ષ્મી દિલ્હીના ખાન માર્કેટના બુક સ્ટોર પર જઈ રહી હતી ત્યારે તે માણસે તેના નાના ભાઈની ગર્લફ્રેન્ડ સાથે આવીને લક્ષ્મી ને ધક્કો માર્યો અને તે જેવી રસ્તા પર પડીકે તરત જ તેના પર એસીડ ફેંકયુ . લક્ષ્મીતેને જયારે હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી ત્યારે તેને એમ લાગતું હતું કે તેને કોઈ જીવતી સળગાવી રહ્યું છે. અચાનક તેની નજર તેના હાથ પર પડી તો તેને જોયું કે કોઈ પ્લાસ્ટિકની કોથળી સળગી રહી હોય તે રીતે તેના હાથની ચામડી સળગી રહી હતી. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી ત્યારે તેના પિતા હોસ્પિટલ પહોચીને લક્ષ્મીને ગળે વળગ્યા તો તેમનો આખો શર્ટ સળગી ગયો હતો.

અઢી મહિનાથી પણ વધારે સમય સુધી લક્ષ્મી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં રહી. હોસ્પીટલ થી ઘરે આવીને લક્ષ્મી કેવી દેખાય છે તે તેને જોવું હતું પરંતુ તેના પરિવારના લોકોએ ઘરમાં બધી જ જગ્યાએ થી અરીસા હટાવી લીધા હતા પરંતુ લક્ષ્મીએ પોતાનો ચહેરો જયારે અરીસામાં જોયો ત્યારે પોતે તેના ચહેરા થી ડરી ગઈ હતી. લક્ષ્મી કરતા પણ વધુ આઘાત તેના પિતા અને ભાઈને લાગ્યો હતો. અને થોડા જ સમયમાં બન્નેના મૃત્યુ નીપજ્યા હતા. છેવટે લક્ષ્મીએ હિંમત ન હારી સોશિયલ મીડિયા દ્વારા એસીડનું વેચાણ બંધ કરવાના ઘણા કેમ્પિયન ચલાવ્યા. અને આજે તે એસીડ થી પીડાઈ રહેલ તથા અનેક મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*