જાણો શ્રાવણમાસમાં શિવ ઉપવાસનું શું છે મહત્વ? | Newsdrishti
news drishti

જાણો શ્રાવણમાસમાં શિવ ઉપવાસનું શું છે મહત્વ?

આદિકાળથી વિશ્વની સંસ્કૃતિઓમાં હિંદુ સંસ્કૃતિ આજે પણ શ્રદ્ધા અને ભક્તિથી જીવિત છે. આખા વર્ષ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિભાવ સમા અનેક તહેવારો – પર્વોએ ભારતીય સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાનું ઋતુચક્ર ટકાવી રાખ્યું છે. એમાંયે અષાઢ અને શ્રાવણી તહેવારોનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં અનેરૃ જોવા મળે છે. શ્રાવણ માસનું જેટલું મહત્ત્વ છે એનાથી વિશેષ મહત્ત્વ શ્રાવણમાં શિવ ઉપાસનાનું છે. આ માસમાં શિવનો મહિમાં અત્યંત પવિત્ર અને ફળદાયી ગણાય છે. એમ કહેવાય છે કે સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી જે અમૃત નીકળ્યું તે પીવા માટે બધા દેવો તૈયાર થયા પરંતુ જે વિષ નીકળ્યું તે પીવા કોઇ તૈયાર ન થયું ત્યારે છેવટે ભગવાન શંકરે એ વિષપાન કર્યું હતું. આ વિષપાન ભગવાન શંકરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કરેલું હોઇ તે મહિના અને શ્રાવણ સોમવારનું મહત્ત્વ હિંદુઓમાં વિશેષ લેખાય છે.

શિવપૂજનની સાથે શ્રાવણમાસમાં પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં ખાસ આંકવામાં આવ્યું છે. જેમાં કર્મકાંડી અને શિવઉપાસક બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના – નાના સુંદર શિવલિંગો બનાવીને રોજ એનું વિસર્જન કરે છે.

આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પાતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૃપે એ વિસર્જન ક્રિયામાં જોડાય છે અને શિવસ્તુતિ પણ કરે છે.

આ ઉપરાંત શૈવેકા દશનામ મંત્રજપ શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે.

(૧) ઓમ રુગોરાય નમ: (૨) ઓમ પશુપતેય નમઃ (૩) ઓમ સર્વાયે નમઃ (૪) ઓમ વિરુપાશ્ચાય નમઃ (૫) ઓમ વિષ્ણુરૃપિણે નમઃ ( ૬) ઓમ ત્રંબકાય નમઃ (૭) ઓમ કપર્ર્યાિદને નમઃ (૮) ઓમ ભૈરવાય નમઃ (૯) ઓમ શૂરપાણે નમઃ (૧૦) ઓમ ઇશાનાય નમઃ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*