લોકડાઉન વચ્ચે સરકારે મર્યાદિત રૂટ પર ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. 12 મેથી દિલ્હીથી રાજધાની એક્સપ્રેસના રૂટની 15 સ્પેશિયલ ટ્રેનો દોડશે. આ માટેની ટિકિટ બુકિંગ સોમવાર સાંજે 4 વાગ્યે શરૂ થશે. આ ટિકિટો ફક્ત ઓનલાઈન બુક થશે. નવી દિલ્હીથી અગરતલા, ડિબ્રુગગ્રહ, હાવડા, પટના, રાંચી, ભુવનેશ્વર, બેંગ્લોર, સિકંદરાબાદ, ચેન્નઈ, બિલાસપુર, મડગાંવ,અમદાવાદ અને જમ્મુ તાવી સુધી ટ્રેનો દોડશે. ICRTC વેબસાઇટનું બુકિંગ સોમવારે સાંજે 4 વાગ્યે શરૂ થશે. તેનું ભાડું રાજધાની એક્સપ્રેસ જેટલું હશે.

જો તમે લોકડાઉન અને કોરોના રોગચાળાના આ સમયગાળા દરમિયાન રેલ્વેમાં મુસાફરી કરવા માંગતા હો, તો તમારે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

  • રેલવેના જણાવ્યા અનુસાર તમામ મુસાફરોને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. માસ્ક વિના મુસાફરોને મુસાફરી કરવાની છૂટ મળશે નહીં. મુસાફરો રૂમાલનો ઉપયોગ પણ કરી શકે છે.
  • સફરના ઓછામાં ઓછા એક કલાક પહેલા સ્ટેશન પહોંચવું પડશે. કારણ કે ત્યાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે.
  • જે મુસાફરોમાં કોરોનાનાં લક્ષણો નથી, તેમને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે.
  • તમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપને ફોનમાં ડાઉનલોડ કરવું ફરજિયાત રહેશે. એપ્લિકેશનમાં તમને કોરોના વિશે ચેતવણી આપે છે. બોર્ડિંગ તેના વિના મળશે નહીં.
  • ટિકિટ બુકિંગમાં કોઈ છૂટ મળશે નહિ. તત્કાલ, પ્રીમિયમ તત્કાલ અને વર્તમાન બુકિંગ નહીં હોય. ટિકિટ કાઉન્ટર પર બુકિંગ કરવામાં આવશે નહીં.
  • કન્ફર્મ થયેલ ટિકિટ દ્વારા જ મુસાફરો ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. બધી ટ્રેનો મર્યાદિત સ્ટેશન પર રોકાશે.
  • તમામ વિશેષ ટ્રેનો ફક્ત એસી કોચથી ચાલશે. આ ટ્રેનોમાં સામાન્ય બોગી નહીં હોય.
  • ટ્રેનમાં મુસાફરોને ધાબળા અને ચાદરની સુવિધા નહીં મળે. તેથી ઘરેથી ધાબળો અથવા ચાદર લેવી પડશે.
  • એસી કોચનું તાપમાન પણ સામાન્ય કરતા થોડું ઓછું રહેશે.
  • મુસાફરીના સમયે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ નહીં મળે. તેથી ઘરેથી ખાવા-પીવાની વ્યવસ્થા કરીને આવવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*