34 વર્ષ પછી ભારતમાં પહેલીવાર નવી શિક્ષણ નીતિને કેબિનેટની મંજૂરી મળી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ અને શાળાના શિક્ષણને લઈને ઘણા મહત્વના બદલાવ કરવામાં આવ્યા છે. સૌથી મોટી રાહત તે વિદ્યાર્થીઓને મળી છે, જેમણે કોઈ કારણસર પોતાનો અભ્યાસ છોડી દીધો છે. હવે નવી શિક્ષણ નીતિમાં તેમને નિયત સમય મર્યાદા અને પ્રમાણપત્ર અથવા ડિપ્લોમામાં પાછા આવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સિવાય બોર્ડની પરીક્ષામાં પણ કેટલાક ફેરફાર થયા છે.

નવી શિક્ષણ નીતિ વિશે 10 મોટી વાતો વાંચો.

GDPના 6 ટકા શિક્ષણ પર ખર્ચ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં ભારતના GDPના 4.43% શિક્ષણ પર ખર્ચવામાં આવે છે. તે જ સમયે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે.

જો તમે કોઈ કૌટુંબિક સમસ્યાને કારણે અથવા અન્ય કોઈ કારણોસર શાળાની મધ્યમાં અભ્યાસ છોડી દો છો, તો મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ હેઠળ જો તમે એક વર્ષ માટે અભ્યાસ કરો છે તો પ્રમાણપત્ર, બે વર્ષમાં ડિપ્લોમા અને ત્રણ કે ચાર વર્ષમાં ડિગ્રી મેળવી શકો છો. હવે તમે તમારા અધૂરા અભ્યાસનો ઉપયોગ કરી શકો છો.

જો તમે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હોય અને થોડા મહિનાઓ કે થોડા વર્ષો પછી તેને પૂર્ણ કરવા માંગતા હો તો તે માટે જોગવાઈ છે. જો તમે ત્રીજા વર્ષમાં અભ્યાસ છોડ્યો હોય અને સમય મર્યાદામાં પાછા આવો તો પછી તમને તે જ વર્ષમાં સિદ્ધો પ્રવેશ મળશે.

જો 4 સેમેસ્ટર અથવા સેમેસ્ટર 6 પછી કોઈ કારણોસર આગળ અભ્યાસ કરી શકતા નથી, તો તમે સિસ્ટમની બહાર જ થઇ જાવ છો. પરંતુ હવે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમમાં હવે એક વર્ષ પછી સર્ટિફિકેટ, બે વર્ષ પછી ડિપ્લોમા અને ત્રણ કે ચાર વર્ષ પછી ડિગ્રી આપવામાં આવશે.

સંશોધન માટે જતા લોકો માટે નવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમને 4 વર્ષના ડિગ્રી પ્રોગ્રામનો વિકલ્પ આપવામાં આવશે. એટલે કે ત્રણ વર્ષની ડિગ્રી સાથે એક વર્ષ MA કરીને M.Philની જરૂર રહેશે નહીં. આ પછી તમે સીધા Ph.D પર જઈ શકો છો.

મલ્ટીપલ ડિસીપ્લીનરી શિક્ષણમાં હવે તમે એક પ્રવાહ સિવાય અન્ય કોઈ વિષય લઈ શકો છો. એટલે કે જો તમે એન્જિનિયરિંગ કરી રહ્યા છો અને તમને સંગીતનો પણ શોખ છે તો પછી તમે તે વિષય સાથે મળીને અભ્યાસ પણ કરી શકો છો.

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપશે જેથી બાળકો સામાન્ય પરીક્ષામાંથી યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકે. આ ઉચ્ચ શિક્ષણ માટેની સામાન્ય પ્રવેશ પરીક્ષા હશે.

એવું કહેવામાં આવ્યું છે કે પાંચમા ધોરણ સુધી શાળાઓને માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં ભણાવવું જોઈએ. જો શક્ય હોય તો 8મી સુધી ભણાવવું જોઈએ. શિક્ષકો માટે રાષ્ટ્રીય વ્યવસાયિક ધોરણ તૈયાર કરવામાં આવશે. જેના દ્વારા શિક્ષકોની ભૂમિકા અને તેઓ કયા બેંચમાર્ક સુધી પહોંચવાના છે તે નક્કી કરવામાં આવશે.

શાળાના બાળકોના રિપોર્ટ કાર્ડમાં ત્રણ પ્રકારનું આકારણી કરવામાં આવશે. જેમાં પ્રથમ આકારણી બાળક જાતે કરશે, બીજું તેના સહપાઠીઓ દ્વારા કરવામાં આવશે અને ત્રીજું શિક્ષક હશે. આ રિપોર્ટકાર્ડમાં દર વખતે બાળકના જીવન કૌશલ્ય વિશે પણ ચર્ચા કરવામાં આવશે.

બોર્ડની પરીક્ષાઓનું મહત્વ ઓછું કરવા માટે હવે તે બે વાર કરાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. તે જ સમયે દરેક વિષયને બોર્ડની પરીક્ષામાં બે સ્તરે પણ ઓફર કરી શકાય છે. બોર્ડની પરીક્ષા માટે કહેવામાં આવ્યું છે કે તેમાં ફક્ત નોલેજ ટેસ્ટ જ કરવામાં આવે. ગોખણપટ્ટી દ્વારા જે કંઇક યાદ કરવામાં આવ્યું છે તેનું પરીક્ષણ થવું જોઈએ નહીં. આ પરીક્ષામાં તે બાબતોનું ધય્ન રાખો જે વિદ્યાર્થીઓ રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*