ભારતના મિગ-29 અને અપાચે લડાકુ હેલિકોપ્ટરને લેહમાં તૈનાત કર્યા પછી ચીને પણ પોતાના એરબેઝ હોટન, નાગ્યારી, શિગાટસે(સિક્કિમની નજીક) અને લિંગાખને અડીને આવેલા નયિંગચી (અરુણાચલ પ્રદેશ નજીક) પર લડાકુ વિમાનો, બોમ્બર્સ અને હેલિકોપ્ટર તૈનાત કરાયા છે. એટલું જ નહીં ચીનના સૈન્યએ પેંગાંગ સો ઝીલ પર ફિંગર 4ની સામે ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતા અટકાવવા તેની આક્રમક કાર્યવાહી અને સર્વેલન્સમાં વધારો કર્યો છે.

ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ ચીને ભારત સાથેની તેની સંપૂર્ણ સરહદ પર હોટન, નાગ્યારી, શિગાટસે અને નિયાંચી પર વધારાના ફાઇટર જેટ, બોમ્બર્સ અને ફાઈટર હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. પીએલએ અરૂણાચલની સરહદ પર પણ તેની ગતિવિધિ તીવ્ર બનાવી દીધી છે. જ્યારે ચીની આર્મી એલએસીને પેંગાંગ સો લેક પર બદલવા માંગે છે, ત્યારે ચીની આર્મીએ પણ ગોગરા હોટ સ્પ્રિંગ ખાતે મોટા પાયે સૈનિકો અને શસ્ત્રો તૈનાત કર્યા છે.

ભારતના વિસ્તારોમાં જોખમ વધ્યું છે

ચીનના તાજેતરના પગલાથી ભારતના ડેપાસંગ, મુર્ગો, ગાલવન, હોટ સ્પ્રિંગ, કુઓલ, ફુકાચે અને ડેમચોકનું જોખમ વધી ગયું છે. ભારતે પણ ચીનના આ પડકારનો સામનો કરવાની તૈયારી વધારી છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે બંને સેના વચ્ચે બેઠક યોજાઈ રહી છે. આ અગાઉ 6 જૂને પણ આવી જ બેઠક મળી હતી.

આ પહેલા 15 જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગાલવન ખીણમાં ભીષણ અથડામણ થઈ હતી. આમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા અને ચીનના 40થી વધુ સૈનિકો પણ માર્યા ગયા હતા. આ પછી બંને દેશો વચ્ચેના તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ચીની પડકારનો સામનો કરવા માટે ભારતે નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારમાં લડાકુ વિમાનો, ફાઇટર એરક્રાફ્ટ અને ટેંક તૈનાત કરી છે.

ચીને આ લડાકુ વિમાનોને તૈનાત કર્યા છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને ઊંચાઈ વાળા વિસ્તારમાં ઉડાન માટે યોગ્ય લદ્દાખને અડીને આવેલા વિસ્તારોમાં લડાકુ વિમાન J-11 અને J-16s તૈનાત કર્યા છે. ચીનની ચેઆંગ J-11 એ રશિયાની સુખોઈ SU-27નું ચાઇનીઝ સંસ્કરણ છે. આ ફાઈટર જેટ્સ એર-સુપીરિયર હોવાથી તે લાંબા અંતરના હુમલા માટે સક્ષમ છે. તેમાં બે એન્જિન છે. ચીનમાં ઉત્પાદિત આ વિમાન ફક્ત ચીની વાયુસેના દ્વારા સંચાલિત છે. આ જેટ 33000 કિલોગ્રામ વજન સાથે ઉડાન ભરી શકે છે. આ વિમાન એક સમયે 1500 કિ.મી.ના અંતર પર નિશાન સંધિ શકે છે.

ભારતના સુખોઈ, જગુઆર, મિરાજ પણ તૈયાર છે

ગાલવન ખીણમાં હિંસક અથડામણ બાદ ચીન સાથેના ભારે તણાવ વચ્ચે તાજેતરમાં વાયુ સેનાના વડા આર.કે.એસ. ભદૌરિયાએ લેહ અને શ્રીનગરની બે દિવસીય મુલાકાત લીધી હતી. લશ્કરી સૂત્રોએ આ વિશે જણાવ્યું છે. વાયુસેનાએ ચીન સાથેની 3500 કિલોમીટરની સરહદ નજીક હાઈએલર્ટ પર પોતાનો તમામ એડવાન્સ બેઝ લગાવી દીધા છે અને અથડામણ બાદ તૈયારીઓના ભાગરૂપે ફાઈટર જેટ્સ અને અન્ય યુદ્ધ હેલિકોપ્ટર જેવા વધારાના સંસાધનો તૈનાત કર્યા છે.

એર ચીફ માર્શલ ભદૌરિયા બુધવારે એરફોર્સના લેહ બેઝ પર પહોંચ્યા જ્યાં તેમણે પૂર્વ લદ્દાખમાં સંવેદનશીલ સરહદી વિસ્તારોના સંરક્ષણમાં દળની સજ્જતાની સમીક્ષા કરી. બુધવારે લેહથી તેઓ એક દિવસના પ્રવાસ પર શ્રીનગર ગયા હતા જ્યાં તેમણે એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી. વાયુસેનાએ છેલ્લા ત્રણ દિવસમાં સુખોઈ 30 એમકેઆઈ, જગુઆર, મિરાજ 2000 વિમાન, અપાચે ફાઈટર હેલીકોપ્ટર અને અન્ય સંસાધનોને લેહ અને શ્રીનગર સહિતના મહત્વપૂર્ણ વાયુસેના મથકો પર રવાના કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*