શું કેન્દ્ર સરકાર કાશ્મીરમાં કોઈ મોટા ઓપરેશન માટેની તૈયારી કરી રહી છે? આ પ્રશ્ન ત્યારથી લોકોમાં ફેલાયેલો છે જ્યારથી કેન્દ્ર સરકારે કાશ્મીરમાં અર્ધ સૈન્ય દળની 100 કંપનીઓને તૈનાત કરી છે. ન્યુઝ એજન્સી, એએનઆઈએ સરકારી સૂત્રોના સંદર્ભમાં કહ્યું છે કે પાકિસ્તાની આતંકીઓ કાશ્મીરમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે, તેથી જ તકેદારી વધારવા માટે વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ નથી. રવિવારે એનએસએ અને જમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર ટેરરિસ્ટ ગ્રીડના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી.

સૂત્રોનું કેહવું છે કે કાશ્મીરમાં આતંકવાદી હુમલાના ઇનપુટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આ બેઠક યોજી છે. બેઠકમાં વધારાની કંપનીઓને તૈનાત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

ઘણા લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકાર કાશ્મીરમાં 35-A દૂર કરવાની તૈયારી કરી રહી છે. તેથી જ કાશ્મીરમાં વધારાના સૈન્ય તૈનાત કરવામાં આવી રહ્યા છે, કેન્દ્ર સરકાર આ માટે કોઈ કસર છોડવા માંગતી નથી.

એનઆઈએ દરોડા પાડ્યા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ રવિવારે સવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં દરોડા પાડ્યા હતા. એનઆઈએ દ્વારા અહીં ચાર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસની મદદથી એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હવાલા નેટવર્ક અને આતંકવાદી ભંડોળના કાવતરામાં પાકિસ્તાનની સંડોવણીના સંબંધમાં એનઆઈએ છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળો પર સતત દરોડા પાડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*