કપિલ શર્માએ 12 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા છે. કપિલ અને તેની ગર્લફ્રેન્ડ ગિની ચતરથે સાત ફેરા એકબીજાનો હાથ પકડી લીધો છે. આ લગ્ન ગિનીના શહેર જલંધરમાં થયા છે. લગ્ન પછી જ તેમની તસવીરો ઇન્ટરનેટ પર આવવાની શરૂ થઈ ગઈ છે અને વાઇરલ બની છે. દુલ્હાના લુકમાં કપિલ કોઈ રાજા જેવો લાગતો હતો તો ગિની કોઈ મહારાણી જેવી લાગતી હતી.

કપિલના મિત્રોએ આ લગ્નને સોશિયલ મીડિયામાં લાઇવ પણ કર્યા હતા. જેના કારણે લગ્નના વીડિયો પણ કપિલના ચાહકોમાં વાઇરલ થયા છે. કપિલે પોતાના લગ્નમાં ગ્રીન રંગની શેરવાની તેમજ ક્રીમ રંગની પાઘડી પહેરી હતી. આ ડ્રેસની સાથે તલવાર લઈને તેણે શાહી લુક અપનાવ્યો હતો. ગિની પણ લાલ રંગના લહેંગામાં ખૂબસુરત લાગી રહી હતી.

કપિલ 14 ડિસેમ્બરે પોતાના હોમટાઉનમાં ચંડીગઢમાં અને 24 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*