કારગિલ યુદ્ધ એવી એક ઘટના છે જેણે ભારત અને પાકિસ્તાનના સંબંધોને નવી વ્યાખ્યા આપી હતી. મે અને જુલાઈ 1999ના વચ્ચે ‘ઓપરેશન વિજય’ દરમિયાન બંને દેશોના સેંકડો સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.

કારગિલ યુદ્ધને 21 વર્ષ પૂરા થયા છે. 1999માં ભારત-પાકિસ્તાન યુદ્ધ લગભગ 2 મહિના માટે કંઇક આવું રહ્યું હતું:

3-15 મે 1999ના રોજ, ભારતીય સેનાને કારગિલમાં ઘૂસણખોરોની જાણ થઈ. એક ઢોર ચરાવનાર તાશી નામગ્યાલે પહેલી વાર સેનાને ઘુસણખોરીની જાણકારી આપી.

25 મે 1999ના રોજ સૈન્યએ સ્વીકાર્યું કે 600-800 ઘુસણખોરો નિયંત્રણ રેખા પાર કરીને કારગીલની આસપાસ છે. લશ્કર કાશ્મીરથી કારગિલ તરફ આગળ વધ્યું.

ભારતે 26 મે 1999ના રોજ જવાબી કાર્યવાહી શરુ કરી. ઘુસણખોરો સામે ભારતીય વાયુસેનાએ હવાઇ હુમલો કર્યો. દિવસ રાત ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને પાછળ ધકેલી

27 મે 1999ના રોજ ફ્લાઇટ લેફ્ટનન્ટ કે. નચિકેતાનુ MIG-27 પીઓકેમાં ક્રેશ થયું, જ્યાં તેમને યુદ્ધ કેદી બનાવી લેવામાં આવ્યા. બચાવ મિશન પર નીકળેલા MIG-21ના ​​પાઇલટ અજય આહુજા શહીદ થયા હતા.

31 મે 1999ના રોજ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ઘોષણા કરી કે પાકિસ્તાન સાથેની આ ‘યુદ્ધ જેવી સ્થિતિ’ છે.

1 જૂન 1999ના રોજ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસે ઘુસણખોરોને ‘સલામત એક્ઝિટ’ ઓફર કરીને વિવાદ ઉભો કર્યો હતો.

અમેરિકાએ કારગિલમાં ઘૂસણખોરો માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું.

3 જૂન 1999 પાકિસ્તાને ફ્લાઇટ લેફ્ટનન્ટ કે. નચિકેતાને ‘સદ્ભાવના હાવભાવ’ તરીકે ભારતને સોંપવામાં આવ્યા હતા.

10 જૂન 1999ના રોજ પાકિસ્તાને જાટ રેજિમેન્ટના છ સૈનિકોના વિકૃત મૃતદેહો પરત કર્યા.

13 જૂન 1999ના રોજ ભારતીય સેનાએ તોલોલિંગ શિખર પર કબજો કર્યો જેણે યુદ્ધના માર્ગને બદલી નાંખ્યો. વાજપેયીએ કારગિલની મુલાકાત લીધી હતી.

15 જૂન 1999ના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે ફોન પર વાત કરી હતી અને તેના સૈનિકોને કારગિલથી ખસી જવા કહ્યું હતું.

20 જૂન 1999ના રોજ સેનાએ પોઇન્ટ 5140 કબજે કર્યો.

23-27 જૂન 1999ના રોજ યુએસ જનરલ જિન્ની ઇસ્લામાબાદની મુલાકાતે આવ્યા અને નવાઝ શરીફને પીછેહઠ કરવાની વિનંતી કરી.

4 જુલાઈ 1999ના રોજ સેનાએ ટાઇગર હિલ ફરીથી મેળવી. શરીફની મુલાકાત ક્લિન્ટનને વોશિંગ્ટનમાં થઈ હતી. ક્લિન્ટને શરીફને મનાવવાનો પ્રયાસ કર્યો હતો કે પાકિસ્તાને તેની સેના પાછી ખેંચી લેવી જોઈએ.

11 જુલાઈ 1999ના રોજ પાકિસ્તાની સેનાએ પીછેહઠ શરૂ કરી. ભારતે ફરીથી મહત્વપૂર્ણ શિખરો કબજે કર્યા.

12 જુલાઈ 1999ના રોજ શરીફે પીછેહઠની જાણકારી આપવા માટે દેશને સંબોધન કર્યું હતું અને વાજપેયી સાથે સંવાદની દરખાસ્ત કરી હતી.

14 જુલાઈ 1999ના રોજ વાજપેયીએ ‘ઓપરેશન વિજય’ સફળ જાહેર કર્યું. સરકારે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની શરત મૂકી.

26 જુલાઈ 1999 કારગિલ યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થયું. જોકે આ યુદ્ધમાં સેંકડો લોકો મરી ગયા હતા. આ યુદ્ધમાં ભારતના 407 અધિકારીઓ અને સૈનિકો શહીદ થયા હતા જ્યારે 696 પાકિસ્તાની અધિકારીઓ અને સૈનિકો માર્યા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*