marriage of deepika padukone

અત્યારે બધી જગ્યાએ એક જ ચર્ચા ચાલી રહી છે અને તે છે રણવીર અને દીપિકાના લગ્ન. આ બન્ને ગણતરીના કલાકોમાં જ એટલેકે 14 અને 15 નવેમ્બરના રોજ ઇટલી ખાતે લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ પોતાના મિત્રો અને પરિવારજનો માટે મુંબઈ અને બેંગલુરું ખાતે એમ બે જગ્યાએ રીસેપ્શન રાખવાના છે.

હાલમાં જ કેટરીના કૈફ કોફી વિથ કરણ શોમાં આવી ત્યારે તેને ખુલ્લાસો કરતાં જણાવ્યું હતું કે હું આ બન્નેના લગ્ન માટે ખુબજ ઉત્સાહિત છું. પરંતુ મને દીપિકાએ આમંત્રણ જ નથી આપ્યું. વધુમાં કેટરીનાએ જણાવ્યું હતું કે હું જાણું છું કે દીપિકા મને આમંત્રણ પણ નથી આપવાની.

કેટરીના અને દીપિકા વચ્ચે પહેલા થી જ સારા સબંધો નથી કારણકે દીપિકા પહેલા રણબીર કપૂરની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. તો કેટરીના પણ રણબીરની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*