કોરોના વાયરસે માર્ચમાં તેનું સાચું સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું હતું, જેમાં 5 લાખથી વધુ લોકોને અસર થઈ છે. ચીનના વુહાનથી કોરોના વાયરસ આખી દુનિયામાં પ્રવાસ કરી ચૂક્યો છે અને જે પણ તેના માર્ગ પર આવ્યો તે બધાને પોતાની પકડમાં લઈ બરબાદ કરી રહ્યો છે. મૃત્યુઆંક 24 હજારને પાર કરી ગયો છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5 લાખ પાર છે. અમુક દેશોએ એક વિકલ્પ તરીકે લોકડાઉન પસંદ કર્યું છે, જ્યારે અમુક દેશ વધુમાં વધુ પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તે જ સમયે લથડતી અર્થવ્યવસ્થામાં સુધારણા માટે બેલઆઉટ પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. આ બધા વચ્ચે 3 અબજની વસ્તી ખરાબ રીતે પ્રભાવિત છે જે પોતાની જાત ને જ કેદ કરી રહ્યા છે. ચાલો વિગતવાર જણાવીએ કે કયા દેશો સૌથી વધુ દુખી છે અને તેની સાથે લડત કેવી રીતે લડશે.

ટોપ -10 દેશમાં 4 લાખ કોરોનાના દર્દીઓ, 20 હજારનાં મોત

અમેરિકા, ચીન, ઇટાલી, સ્પેન, જર્મની, ઈરાન, ફ્રાંસ, સ્વિટ્ઝર્લેન્ડ, બ્રિટન અને દક્ષિણ કોરિયા આ 10 દેશોમાં અસરગ્રસ્ત ટોપ-10 દેશોમાં શામેલ છે અને આ દેશોના 4 લાખ લોકો ચેપગ્રસ્ત છે. તે જ સમયે જો આપણે મૃત લોકોની વાત કરીએ તો 24 હાજર માંથી આ દેશોમાંથી 20 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.

અમેરિકામાં ચીન અને ઇટાલીથી પણ વધારે દર્દીઓ

આ મહામારીમાં ઘણા દેશો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આમાં વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ શામેલ છે, જેણે ચીન અને ઇટાલીને પાછળ છોડી દીધું છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 85 હજાર પાર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 1200ની ઉપર છે.

WHOએ વિશ્વના નેતાઓને ઠપકો આપ્યો

WHOના વડાએ કોરોના વાયરસ રોકવામાં નિષ્ફળ થયેલા વિશ્વ નેતાઓને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ કિસ્સામાં એક મહિના કે બે મહિના પહેલા અસરકારક રીતે કામ કરવાની જરૂર હતી.

કામદારો પગપાળા ઘરે ચાલ્યા, તો ક્યાંક મદદ માટે હાથ ઉભા થયા

પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાના ફેલાવાને રોકવા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે દેશવાસીઓને લોકડાઉનને સફળ બનાવવા જણાવ્યું છે. લોકડાઉનને કારણે ઘણા લોકો ફસાઈ ગયા છે, મોટાભાગના રોજિંદા વેતન મજૂરો છે કે જેઓ મુસાફરીનાં તમામ સાધનો બંધ થયા પછી તેમના વતને પગપાળા જ જઈ રહ્યા છે.

તે જ સમયે ઘણા એવા લોકો છે જેમને ખાવા માટે કંઈ નથી. દેશભરના હજારો લોકો આવા લોકોની મદદ માટે આગળ આવ્યા છે અને તેમના ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે.

પાકિસ્તાન: ડોક્ટરોને પણ પ્રાર્થનાનો સહારો

પાકિસ્તાનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1209 છે અને 9 લોકોનાં મોત નીપજ્યાં છે. પાકિસ્તાન પાસે કોરોના સાથે વ્યવહાર કરવા માટે જરૂરી સંસાધનો નથી. યુ.એસ. વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેન્કની નાણાકીય સહાય મેળવ્યા બાદ હવે ઇમરાન ખાને આઇએમએફનો સંપર્ક કર્યો છે, જે સમયાન્તરે તેની મદદ કરે છે. અહીં ડોકટરો પણ તેમની શિફ્ટ શરૂ થતાં પહેલા દુઆનો આશરો લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*