શનિવારે નેગેટીવ રીપોર્ટના આધારે અમદાવાદની હોસ્પિટલમાંથી કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી હતી, જ્યારે આ રીપોર્ટ એ જ નામના અન્ય વ્યક્તિનો હતો, મતલબ પોઝીટીવ દર્દીને રજા આપી દીધી અને નેગેટીવ દર્દીની સારવાર ચાલુ રાખી. ઘટના શહેરની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલની છે.

બાદમાં હોસ્પિટલ વહીવટીતંત્રે તેની ભૂલ સ્વીકારીને માફી માગી હતી. હોસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તે આ ભૂલને તાત્કાલિક સુધારવામાં આવી હતી. જે વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તે થોડા કલાકો પછી પાછો લાવવામાં આવ્યો હતો અને તેને ફરીથી દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે “ગુરુવારે હોસ્પિટલમાં પાંચ જ કલાકના અંતરાલમાં એક જ નામના બે દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા. આ બેમાંથી એકને બપોરે 2 વાગ્યે મળેલા પ્રથમ રીપોર્ટના આધારે રજા આપવામાં આવી હતી, જે પોઝીટીવ હતો.

હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, માનવીય ભૂલની ખબર થતાં ડિસ્ચાર્જ થયેલા દર્દીને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલી દેવામાં આવી હતી, જેથી તેને ફરીથી હોસ્પિટલમાં લાવવામાં Aઆવ્યો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટે તબીબી ટીમને આવા કિસ્સાઓમાં વિશેષ સાવચેતી રાખવા કડક સૂચના આપી છે.

હોસ્પિટલે જણાવ્યું હતું કે, અહીં કોવિડ-19ના 4131 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જણાવી દઈએ કે શનિવારે સવાર સુધી અમદાવાદ શહેરમાં કોવિડ ના 9,577 કેસ નોંધાયા છે. તેમાંથી 638 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હાલમાં વિવિધ હોસ્પિટલોમાં 5190 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*