પ્રિયંકા ચોપરાના લગ્ન 1 ડીસેમ્બરના રોજ થવા જઈ રહ્યા છે. તો એક તરફ હજુ પણ પ્રિયંકા દિલ્હી ખાતે પોતાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ બ્લુનું શુટિંગ કરી રહી છે. તો બીજી બાજુ બધા તેના લગ્નની તૈયારીઓમાં લાગેલા છે. તૈયારીઓના ગેસ્ટનું લીસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. એવા સમાચાર મળી રહ્યા છે કે પ્રિયંકા પોતાના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરી રહી છે. તેમજ પ્રિયંકા તેના લગ્નમાં PMના આવવાની રાહ પણ જોઈ રહી છે. પ્રિયંકા શુટિંગમાં વ્યસ્ત છે જયારે તેના ભવિષ્યમાં બનવા જઈ રહેલ પતિ નિક જોનાસ પણ દિલ્હી આવી પહોચ્યા છે.
દીપિકા પાદુકોણે પોતાના લગ્નમાં વડાપ્રધાનને આમંત્રિત કર્યા ન હતા જયારે ગત વર્ષે યોજાયેલા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. પ્રિયંકાએ પોતાના જ દેશમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે તે જોધપુર ખાતે લગ્ન કરવા જઈ રહી છે તથા તેના લગ્નમાં પ્રાઇવસી અંગેનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*