પુલવામા આત્મઘાતી હુમલા કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એકે IED બનાવવા માટે કેમિકલ ઓનલાઈન ખરીદ્યા હતા. ગયા વર્ષે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આ આતંકી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 40 જવાન શહીદ થયા હતા.

NIAએ શ્રીનગરના બાગ-એ-મેહતાબ વિસ્તારના વઝીર-ઉલ-ઇસ્લામ (19) અને પુલવામાના હકરીપુરા ગામના મોહમ્મદ અબ્બાસ રાઠેર (32)ની ધરપકડ કરી છે. આ સાથે છેલ્લા એક અઠવાડિયામાં આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.

આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક પૂછપરછમાં ઇસ્લામે ખુલાસો કર્યો હતો કે જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની આતંકવાદીઓની સૂચના પર તેણે IED બનાવવા માટે રસાયણો, બેટરી અને અન્ય સામગ્રી ખરીદવા માટે તેના એમેઝોન ઓનલાઈન શોપિંગ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.”

તેમણે કહ્યું કે પુલવામા હુમલાના કાવતરા હેઠળ ઇસ્લામે આ વસ્તુ ઓનલાઈન ઓર્ડર આપી હતી અને તેણે જાતે આતંકવાદીઓ પાસે આ વસ્તુ પહોચાડી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, “રાઠેર પણ જૈશ માટે પણ કામ કરે છે. તેણે ખુલાસો કર્યો છે કે જૈશ આતંકવાદી અને IED નિષ્ણાત મોહમ્મદ ઓમર એપ્રિલ-મે, 2018માં કાશ્મીર પહોચ્યો હતો ત્યારે તેણેજ તેના ઘરે રાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*