સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના અધ્યક્ષ રજનીશ કુમારે મુંબઇમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે એસબીઆઇ કાનૂની જોગવાઈઓ અનુસાર યસ બેન્કના 49% શેર ખરીદશે. ઉપરાંત આ દરમિયાન એસબીઆઈના અધ્યક્ષ રજનીશ કુમારે કહ્યું કે એસબીઆઈ યસ બેંકમાં 2450 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે.

બેંકે સ્ટોક એક્સચેંજને માહિતી આપી

તેમણે વધુમાં કહ્યું કે અમારી કાનૂની ટીમ રોકાણ યોજના પર કામ કરી રહી છે. એસબીઆઈએ સ્ટોક એક્સચેંજને માહિતી આપી છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યસ બેંકમાં 49 ટકા હિસ્સો ખરીદવાનું વિચારી રહી છે.

ખાતા ધારકોને કોઈ ખતરો નથી

એટલું જ નહીં રજનીશ કુમારે કહ્યું છે કે યસ બેંકના ખાતાધારકોને કોઈ ખતરો નથી. તેમના પૈસા સંપૂર્ણ સલામત છે. યસ બેન્કના ખાતાધારકો માટે આ રાહતના સમાચાર છે. તેઓએ અસ્વસ્થ થવાની જરૂર નથી.

નાણાંમંત્રીએ પણ ખાતરી આપી

શુક્રવારે નાણાંમંત્રીએ કહ્યું કે અમારી સરકાર ખાતરી આપે છે કે ખાતાધારકોના નાણાં સુરક્ષિત રહેશે. હું આરબીઆઈને વિનંતી કરું છું કે કાયદા અનુસાર આ મામલાની ગંભીરતા અને મહત્વ સમજવામાં આવે અને લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તે માટે કોઈ રસ્તો શોધી કાઢે.

કર્મચારીઓને પણ ખાતરી આપી

નાણાંમંત્રીએ કહ્યું યસ બેન્કના કર્મચારીઓની નોકરી અને પગાર એક વર્ષ માટે સુરક્ષિત છે, થાપણો અને જવાબદારીઓ અસરગ્રસ્ત થશે નહીં. યસ બેંકમાં શું ખોટું થયું તે આરબીઆઈ શોધી કાઢશે આમાં વ્યક્તિગત ભૂમિકાની શોધખોળ કરવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*