હજી ઇરફાન ખાનના સદમાથી બોલીવુડ ઉભરી શક્યું નથી ત્યાં બીજા ખરાબ સમાચાર આવ્યા છે. મહાન અભિનેતા રિશી કપૂરે કેન્સર સામે લાંબા સંઘર્ષ બાદ ગુરુવારે દુનિયામાંથી વિદાય લીધી છે. ગંભીર બીમારીની ખબર પડ્યા પછી પણ છેલ્લા સમય સુધી તે હકારાત્મક રહ્યા હતા. તેમના ડોકટરો અને મેડિકલ સ્ટાફનું કેહવું છે કે રિશી કપૂરે છેલ્લી ક્ષણ સુધી તેમનું મનોરંજન કર્યું હતું.

તેમના ભાઇ રણધીર કપૂરે જણાવ્યું હતું કે શ્વાસની તકલીફને કારણે તેમને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિશીના નિધનના સમાચાર પછી અમિતાભ બચ્ચન સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ ટ્વિટ કરીને શ્રધાઅંજલિ પાઠવી હતી.

હમેશા હસી સાથે યાદ રેહવા ચાહે છે રિશી

તેના પરિવારે જારી કરેલી નોંધમાં જણાવાયું છે કે રિશી આંસુથી નહીં પણ હસી સાથે યાદ રેહવા માગે છે. માંદગી દરમિયાન પણ તેમણે ઉત્સાહથી જીવન જીવ્યું હતું.

ચાહકોના પ્રેમના આભારી

આપણા પ્રિય રિશી કપૂરે 2 વર્ષ લ્યુકેમિયા સામે સંઘર્ષ કર્યા પછી આજે સવારે 8.45 વાગ્યે હોસ્પિટલમાં શાંતિ સાથે દુનિયા છોડી દીધી છે. ડોકટરો અને મેડિકલ સ્ટાફનું કેહવું છે કે તેમણે છેલ્લી ક્ષણ સુધી બધાનું મનોરંજન કર્યું હતું. સારવાર દરમિયાન જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટે હંમેશાં ખુશ અને ઉત્સાહિત રેહતા. કુટુંબ, મિત્રો, ફૂડ અને મૂવીઝ પર તેમનું ધ્યાન કેન્દ્રિત રેહતું અને આ સમયે જે પણ તેમને મળ્યા તે આશ્ચર્યચકિત છે કે કેવી રીતે આવા ગંભીર રોગને પણ તેમને જીવંતતાને છીનવા ન દીધી. તે તેના ચાહકોના પ્રેમ માટે આભારી છે જે તેમને આખી દુનિયામાંથી મળી રહ્યો છે.

કાયદાનું પાલન કરો

નોંધમાં લખ્યું છે કે આ વ્યક્તિગત નુકસાન દરમિયાન, આપણે એ પણ સમજીએ છીએ કે વિશ્વ એક મુશ્કેલીભર્યા સમય માંથી પસાર થઇ રહ્યું છે. તેમને તેમના બધા ચાહકો અને શુભેચ્છકો અને પરિવારના મિત્રોને કાયદાનું પાલન કરવા વિનંતી કરી છે.

2018માં કેન્સરનું ડાયગ્નોસ થયું હતું

રિશી કપૂરને 2018માં કેન્સર હોવાની ખબર પડી હતી. પત્ની નીતુ સિંહ સાથે સપ્ટેમ્બર 2018માં તે સારવાર માટે ન્યુ યોર્ક ગયા હતા. લગભગ એક વર્ષ ત્યાં સારવાર બાદ સપ્ટેમ્બર 2019માં તેમને ભારત પરત ફર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*