ડોક્ટર જેવા વ્યવસાયમાં રહીને નિર્દયતાથી 100 લોકોની હત્યા કરનાર હેવાન દેવેન્દ્ર શર્મા વિશે વધુ ચોંકાવનારી માહિતી મળી છે. સીરીયલ કિલર ડો.દેવેન્દ્ર શર્માએ અગાઉ કબૂલાત કરી હતી કે 50 હત્યા બાદ તે ખૂની ગણતરી કરવાનું ભૂલી ગયો હતો. હવે તેણે સ્વીકાર્યું છે કે તેને અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની હત્યા કરી દીધી છે, જેમાં મોટા ભાગની લાશને યુપીની કેનાલમાં મગરનું ભોજન બનાવ્યું હતું.

દેવેન્દ્ર શર્મા નામનો આ ડોક્ટર તાજેતરમાં જ દિલ્હીથી પકડાયો છે. તે કિડની કેસમાં છેલ્લા 16 વર્ષથી સજા ભોગવી રહ્યો હતો અને હવે પેરોલ પર બહાર નીકળ્યો હતો. 20 દિવસ બાદ ફરીથી જેલમાં જવાનું હતું ત્યારે તે અન્ડરગ્રાઉન્ડ થઇ ગયો. હવે પકડાયા પછી તેના કાળા ચિટ્ઠા ખુલી રહ્યા છે.

ગેસ એજન્સી લૂંટ વેચે છે

દેવેન્દ્ર શર્માએ જણાવ્યું કે તે ખૂની કેવી રીતે બન્યો. જયારે તે રાજસ્થાનમાં ડોકટરી કરતો ત્યારે એક રોકાણ કર્યું હતું જેમાં છેતરાયા બાદ ગુનાનો માર્ગ પસંદ કર્યો હતો. ત્યારબાદ તેને એક નકલી ગેસ એજન્સી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટ શરૂ કર્યું. એટલું જ નહીં તેણે ચોરીની ગાડી વેચવાનું પણ ચાલુ કર્યું હતું. જ્યારે તેને તેની નકલી ગેસ એજન્સી માટે સિલિન્ડરની જરૂર પડે ત્યારે તે ગેસ ડિલિવરીની ટ્રક લૂંટી અને તેના ડ્રાઈવરને મારી નાખતો હતો.

વાહન ચાલકોના મૃતદેહ કેનાલમાં ફેંકી દીધા

દેવેન્દ્ર કેબ ડ્રાઇવરોની હત્યા કરતો અને તેમની ગાડી લઈને વેચી નાખતો. દિલ્હીથી યુપી જવા માટે ટેક્સી બુક કરાવી લૂંટ ચલાવતો હતો. પકડાયા બાદ દેવેન્દ્રે કહ્યું હતું કે તેને ઉત્તર પ્રદેશના કાસગંજની હઝારા નહેરમાં મોટાભાગની લાશ નાખી હતી. આ કેનાલમાં મોટી સંખ્યામાં મગરો રહે છે.

આ રીતે શેતાન ડોક્ટર બન્યો

દેવેન્દ્રની બુધવારે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 1984માં દેવેન્દ્ર શર્માએ આયુર્વેદિક ચિકિત્સાનું સ્નાતક પૂર્ણ કર્યું અને રાજસ્થાનમાં એક ક્લિનિક ખોલ્યું હતું. ત્યારબાદ 1994માં તેણે ગેસ એજન્સી માટેની કંપનીમાં 11 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ કંપની અચાનક ગાયબ થઈ ગઈ અને તેને મોટી ખોટ ખાધા બાદ તેણે 1995માં બનાવટી ગેસ એજન્સી ખોલી.

શર્માએ એક ગેંગની બનાવી હતી જે LPG સિલિન્ડર લઇને જતા ટ્રકને પકડીને લૂંટી લેતા અને ડ્રાઇવરને મારી નાખતા અને ટ્રક ક્યાંક મૂકી દેતા. આ સમય દરમિયાન તેણે ગેંગ સાથે આશરે 24 હત્યા કરી હતી. ત્યારબાદ દેવેન્દ્ર શર્મા કિડની ટ્રાન્સપ્લાન્ટ ગેંગમાં જોડાયો હતો. પ્રતિ કીડની ટ્રાન્સપ્લાન્ટ દીઠ 7 લાખના દરે તેને 125 કીડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ સાથે જ આ લોકો કેબ ચાલકોને મારી નાંખતા અને તેમની કેબ લૂંટી લેતા. ડ્રાઇવરનો મૃતદેહ કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો, અને કેબ વપરાયેલી કાર તરીકે વેચાઇ હતી.

દેવેન્દ્ર 2004માં પકડાયો હતો, તેણે જયપુર જેલમાં 16 વર્ષ વિતાવ્યા બાદ સારી વર્તણૂક માટે તેને જાન્યુઆરી 2020માં 20 દિવસની પેરોલ મળી. પરંતુ તે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ત્યારબાદ તે દિલ્હીના મોહન ગાર્ડનમાં છુપાયેલો હતો. અહીં તે એક વેપારીને છેતરવાનો હતો. પરંતુ પોલીસને તેના અહીં હોવાની બાથ્મી મળી હતી અને આખરે તે પકડાઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*