NEW DELHI, INDIA - MARCH 22: Indian policemen push barricades to place them in the center of a a road leading to historic India Gate, during a one-day nationwide Janata (civil) curfew imposed as a preventive measure against the COVID-19 on March 22, 2020 in New Delhi, India. Death toll due to coronavirus in India reached seven on Sunday with three more fatalities as the country observed a "janta curfew" or public lockdown on the appeal of Prime Minister Narendara Modi. Besides placing under lockdown till March 31st, 75 districts with confirmed coronavirus cases , the government also decided to shut down train, metro and inter-state services to curb the spread of the global pandemic in India. (Photo by Yawar Nazir/Getty Images)

લોકડાઉનનાં પહેલા તબક્કામાં જ્યાં પીએમ મોદીએ ‘જાન હૈ તો જહાન હૈ’નો મંત્ર આપ્યો, બીજા તબક્કામાં ‘જાન ભી જહાન ભી’નો મંત્ર આપ્યો હતો. બીજા તબ્બકામાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં અને ગ્રામીણ વિસ્તારોમાં વ્યવસાય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટેની કડક શરતો સાથે બિન-આવશ્યક ચીજોની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે કેન્દ્રએ સંકેત આપ્યો છે કે 4 મેથી ગ્રીન ઝોનમાં છૂટનો અવકાશ વધુ લંબાઈ શકે છે. જો કે લોકડાઉન થયા પછી પણ માસ્ક અને સામાજિક અંતર સામાન્ય જીવનનો ભાગ બન્યો રહેશે.

આશરે 40 ટકા અર્થતંત્ર ખુલશે

દેશમાં કુલ 739 જિલ્લાઓ છે, જેમાંથી 307 જિલ્લાઓમાં હજી પણ કોરોનાનો કહેર નથી એટલે કે 40 ટકાથી વધુને જિલ્લાઓ ગ્રીન ઝોન છે. 3 મે પછી આ જિલ્લાઓમાં કારખાનાઓ, દુકાનો, પરિવહન સહિતના નાના ઉદ્યોગો અને અન્ય સેવાઓ પણ શરતો સાથે સંપૂર્ણ રીતે ખોલવામાં આવી શકે છે. કેન્દ્ર થોડા દિવસમાં આ અંગે નિર્ણય લઈ શકે છે પરંતુ સંબંધિત રાજ્યોમાં અંતિમ નિર્ણય ત્યાંની સરકારો પર નિર્ભર રહેશે.

બધી દુકાનો ગ્રીન ઝોનમાં ખુલી શકે છે

ગ્રીન ઝોનમાં મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક, હાર્ડવેર, રીપેરીંગ શોપ, કપડાની દુકાન, રેસ્ટોરન્ટ, હેરકટિંગ સલુન્સ જેવી સેવાઓ પણ 4 મેથી ખોલવાની મંજૂરી મળી શકે છે. જો કે આ દુકાનોમાં ભીડ રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને સામાજિક અંતરનું સંપૂર્ણ પાલન કરવું પડશે. પંજાબ સરકારે લોકડાઉન બે અઠવાડિયા માટે વધાર્યું છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વેચાણની તમામ દુકાનને 50 ટકા કર્મચારીઓ અને અન્ય કેટલીક શરતો સાથે ખોલવાની મંજૂરી આપી છે. જો કે સલુન્સ, સ્પા જેવી સર્વિસને ત્યાં મંજૂરી આપવામાં આવી નથી. એકલ ચા અને સિગારેટની દુકાનોને પણ મંજૂરી આપી શકાય છે.

કારખાનાઓ, બાંધકામો, ઉદ્યોગોને પણ મુક્તિ

ગ્રીન ઝોનમાંની તમામ ફેક્ટરીઓને 4 મેથી ફરીથી કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ મુક્તિ આપી શકાય છે. ઈંટની ભઠ્ઠીઓને પહેલેથી જ મુક્તિ આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં બાંધકામ પ્રવૃત્તિઓ પરનો વિરામ દૂર કરી શકાય છે. બાંધકામના કામમાં વેગ મળી શકે છે.

બસ, રીક્ષા, ટેક્સીને પણ મંજૂરી આપી શકાય છે

ગ્રીન ઝોનમાં મર્યાદિત રીતે પરિવહન પણ ખોલી શકાય છે. પશ્ચિમ બંગાળમાં બસો અને ટેક્સીઓને ગ્રીન ઝોનમાં ચાલવાની મંજૂરી મળી છે. આંતર-રાજ્ય બસ સેવા બંધ રહેશે. તેવી જ રીતે, અન્ય રાજ્યોમાં પણ આવી છૂટછાટ શક્ય છે. જો કે સામાજિક અંતર અને માસ્ક પહેરવા જરૂરી રહેશે.

લગ્ન સમારોહ, ધાર્મિક કાર્યક્રમો વગેરે પર પ્રતિબંધ ચાલુ રહેશે.

3 મે પછી ગ્રીન ઝોનમાં પ્રતિબંધોનો અવકાશ મર્યાદિત હોઈ શકે છે, પરંતુ ભીડને મંજૂરી આપવામાં આવશે નહીં. લગ્ન સમારોહ ધાર્મિક કાર્યો, સરઘસો જેવી ભીડભરી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ આગળ પણ ચાલુ રહેશે.

રેડ જોન્સમાં કોઈ છૂટ નહિ

દેશમાં રેડ ઝોનમાં 129 જિલ્લાઓ છે એટલે કે કોરોના વાયરસના હોટસ્પોટ્સ છે. આખી દિલ્હી રેડ ઝોનમાં છે. મુંબઇ, અમદાવાદ, સુરત જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રો પણ રેડ ઝોનમાં છે, જ્યાં છૂટછાટની ઘણી તક નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*