ચીનની સેના લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ અને ગલ્વાન ખીણ નજીક વાસ્તવિક કન્ટ્રોલ લાઇન (LAC)પર ઝડપથી સૈનિકોનું વિસ્તરણ કરી રહી છે. તે સ્પષ્ટ છે કે ચીન ટૂંક સમયમાં ભારતીય સૈન્ય સાથેના સંઘર્ષને સમાપ્ત કરવાના મૂડમાં નથી. આ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ રહેલા લોકોએ જણાવ્યું હતું કે, ચીનીઓએ છેલ્લા બે અઠવાડિયામાં ખાસ કરીને ગલ્વાન ખીણમાં 100 જેટલા તંબુ ગોઠવ્યા છે. ચીની સૈન્ય સંભવત બંકર બનાવવાના ઓઝાર પણ લાવી રહી છે. ચીન વતી આ કામ કરવામાં આવી રહ્યું છે જ્યારે ભારતીય સૈનિકો તેનો સખત વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય સેનાએ ચીનના નજરકેદમાં ભારતીય સૈન્યની ટુકડી હોવાના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે.

ભારતીય સેનાએ કોઈ પણ ભારતીય સૈનિકને ચીન દ્વારા અટકાયતમાં લેવાની ઘટનાને નકારી છે. સેનાએ પણ આવા સમાચારો ચલાવતા મીડિયાના એક વિભાગ ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો છે. ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે કહ્યું “ચીની સરહદ પર કોઈપણ ભારતી સૈનિકોને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યો નથી. અમે આવા સમાચારોને સ્પષ્ટપણે નાકારીયે છે. મીડિયા આઉટલેટ્સ દ્વારા આ બેદરકાર સમાચાર રજૂ કરવાથી રાષ્ટ્રીય હિતને નુકસાન થાય છે.”

ભારત પણ સમાન સૈન્ય મોકલી રહ્યું છે

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરાવણે પણ શુક્રવારે લેહ ખાતેના 14 કોર્પ્સના મુખ્ય મથકની મુલાકાત લીધી હતી અને એલએસી પર વિવાદિત સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય ત્સો તળાવ અને ગલ્વાન ખીણ બંને પર ચીની સૈનિકોનો સામનો કરવા માટે સમાન લશ્કર મોકલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારના ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં ચીન કરતા ભારતની સ્થિતિ વધુ સારી છે.

લદ્દાખ અને સિક્કિમમાં બંને બાજુ સૈનિકો ભેગા થયા છે

5 મેના રોજ પૂર્વી લદ્દાખની સ્થિતિ ત્યારે વધુ વણસી હતી જ્યારે આશરે 250 ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને બે દિવસ સુધી ચાલુ રહી હતી. બાદમાં બંને પક્ષના સ્થાનિક કમાન્ડરો મળ્યા અને બંને પક્ષના સૈનિકો પાછો ફર્યો. બંને પક્ષના સૈનિકોએ લાકડીઓ અને પથ્થરમારો પણ કર્યો હતો. આ હિંસક અથડામણમાં બંને પક્ષના 100 જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. 9 મેના રોજ સિક્કિમમાં આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું. નાકુ લા પાસ પર લગભગ 150 ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં બંને પક્ષના ઓછામાં ઓછા 10 સૈનિકો ઘાયલ થયા હતા.

સ્થાનિક કમાન્ડરોની બેઠક પાંચ વાર થઈ છે

છેલ્લા એક અઠવાડિયામાં પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા સરહદના અનેક વખત ઉલ્લંઘન થયાના સમાચાર આવ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી કે તેની પુષ્ટિ થઈ નથી. આ સમય દરમ્યાન બંને પક્ષે સ્થાનિક કમાન્ડરો વચ્ચે ઓછામાં ઓછી પાંચ બેઠક કરી હતી. આ બેઠકોમાં ભારતીય કમાન્ડરએ ગલ્વાન ખીણમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા મોટી સંખ્યામાં તંબુ ઉભા કરવામાં આવ્યા હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. મળતી માહિતી અનુશાર પીએલએ જ્યાં તંબુ બાંધી રહ્યો છે તે ભારતનો વિસ્તાર છે.

ભારતે ગુરુવારે કહ્યું હતું કે ચીની સૈનિકો ભારતીય પેટ્રોલિંગ ટીમની ફરજમાં અવરોધ લાવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ચીનના દાવાઓને નકારી કાઢ્યા હતા કે ભારતીય સૈન્ય ચીની સરહદમાં પ્રવેશ્યું ત્યારબાદ આ વિસ્તારમાં તણાવ વધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*