કાશ્મીર ખીણમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ આતંકવાદીઓના નિશાના રહ્યા છે. રવિવારે 21 આરઆર(રાષ્ટ્રીય રાઇફલ્સ) કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન હંદવાડ઼ામાં શહીદ થયા હતા. આ જ વર્ષે પુલવામા જિલ્લાના ત્રાલ ખાતે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન 42 આરઆર કર્નલ એમએમ રાય શહીદ થયા હતા. જ્યારે વર્ષ 2015માં કુપવાડા જિલ્લામાં જ 41 આરઆર સીઓ સંતોષ મહાદિક શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ છેલ્લા બે દાયકામાં તેમની ફરજો નિભાવવામાં 21 રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર) નો નોંધપાત્ર રેકોર્ડ છે. છેલ્લા બે દાયકામાં 21 આરઆરએ રવિવારે ફરજ બજાવતી વખતે તેમનો બીજો કમાન્ડિંગ ઓફિસર (સીઓ) ગુમાવ્યો હતો.

બે વાર આર્મી મેડલથી સન્માનિત કર્નલ આશુતોષ શર્માએ શનિવાર-રવિવારની રાત્રે બંધકોને મુક્ત કરાવવા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. બ્રિગેડ ઓફ ગાર્ડ્સના અધિકારીઓ અને જવાનો સહિત રાષ્ટ્રીય રાઇફલ્સ (21 આરઆર)માં 300થી વધુ આતંકવાદીઓને મારવાનું ગૌરવ હાસિલ છે.

બટાલિયને 21 ઓગસ્ટ 2000ના રોજ કર્નલ રાજિંદર ચૌહાણ કમાન્ડિંગ અધિકારીને ગુમાવ્યા હતા. 20 વર્ષ પછી કુપવાડામાં હંદવાડ઼ા તાલુકાના ચંગીમુલ્લામાં આતંકવાદીઓનો સામનો કરતી વખતે કર્નલ આશુતોષ શર્મા રવિવારે સવારે શહીદ થયા હતા. કર્નલ રાજિંદર ચૌહાણ વર્ષ 2000માં બ્રિગેડિયર બી.એસ. શેરગિલ સાથે તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા ત્યારે શહીદ થયા હતા.

આતંકીઓએ જાચલદારા ગામ નજીક આઇઇડીમાં રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કર્યો હતો જેમાં વાહનના કુચ્ચા ઉડાવી દીધા હતા. બંને અધિકારીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય સૈન્ય જવાન ઘાયલ થયા હતા.

ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ દિલબાગસિંહે જણાવ્યું હતું કે કર્નલ શર્મા અને તેમની ટીમે ચંગીમુલ્લા ગામમાં આતંકવાદીઓ દ્વારા બંધક બનેલા લોકોને બહાદુરીથી મુક્ત કર્યા હતા. કર્નલ શર્મા તેમના સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓને સૌથી ઝાબાઝ અધિકારી તરીકે યાદ કરે છે.

કુપવાડા જિલ્લાના એન્કાઉન્ટરમાં મેજર, નાયક, લાન્સ નાયક અને સેનાના કમાન્ડિંગ ઓફિસર સહિત પાંચ સૈનિકો માર્યા ગયા હતા. એક મહિનામાં સેના માટે આ બીજો મોટો ફટકો છે. આ અગાઉ 6 એપ્રિલે કુપવાડામાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સેનાના 5 જવાનો શહીદ થયા હતા.

વર્ષ 2015ની શરૂઆતમાં કુપવાડાના હાજીનાકા જંગલમાં 41 આરઆર સીઓ સંતોષ મહાદિક શહીદ થયા હતા. તે મહારાષ્ટ્રના રેહવાસી હતા. તેમની પત્ની સ્વાતિ 2017માં સેનામાં જોડાયા હતા. તે જ વર્ષે પુલવામાના ત્રાલ ખાતે એન્કાઉન્ટર દરમિયાન 42 આરઆર સીઓ કર્નલ એમએમ રાય શહીદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*