2012માં દિલ્હીમાં સનસનાટીભર્યા નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં ચાર દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે. દોષિતો સામે ડેથ વોરંટ જારી કરનાર એડિશનલ સેશન્સ જજ સતીશકુમાર અરોરાએ ફાંસીનો હુકમ જાહેર કર્યો છે. આ કેસમાં મુકેશ, વિનય શર્મા, અક્ષય સિંહ અને પવન ગુપ્તાને ફાંસી આપવામાં આવશે. બીજી ગુનેગારોને ફાંસીની સજા આપ્યા પછી નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે આ હુકમ (ફાંસીની સજાને અમલમાં મૂકવાનો) કાયદામાં મહિલાઓનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરશે.

આ સુનાવણી નિર્ભયાની માતાની અરજી પર કરવામાં આવી હતી. નિર્ભયાની માતાએ માંગ કરી હતી કે તમામ ગુનેગારોને વહેલી તકે ફાંસી આપવામાં આવે. અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગુનેગારોને 7 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો.

સોમવારે આ કેસમાં ચાર દોષિતોમાંથી એકના પિતાએ ફાંસીની સજા મોકૂફ રાખવા કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે દોષિત પવનના પિતાની અરજી નામંજૂર કરી હતી. અરજીમાં એકમાત્ર સાક્ષીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે સાક્ષીના નિવેદનો પર કોઈ વિશ્વાસ કરી શકે નહીં.

તમને જણાવી દઇએ કે 16 ડિસેમ્બર 2012ની રાત્રે 23 વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થીની (નિર્ભયા) પર ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેના પર નિર્દયતાથી હુમલો કર્યો હતો અને તેને ચાલતી બસની બહાર ફેંકી દીધી હતી. 29 ડિસેમ્બર 2012ના રોજ સિંગાપોરની એક હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું.

સુપ્રીમ કોર્ટે મુકેશ, પવન, વિનય અને અક્ષયને ફાંસીની સજા સંભળાવી હતી. અન્ય દોષી રામસિંહે તિહાર જેલમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

અક્ષયકુમાર સિંહ બસની સફાઇ કરતો હતો જેમાં બળાત્કાર થયો હતો. મુકેશસિંહ તે બસનો ડ્રાઇવર હતો અને રવિદાસ કેમ્પનો રહેવાસી છે. વિનય શર્મા ફિટનેસ ટ્રેનર હતો, વિનય પણ રવિદાસ કેમ્પનો રહેવાસી છે અને પવન ગુપ્તા ફળ વેચનાર છે.

કઈ કલમો હેઠળ સજા

  • IPC 120B: ગુનાહિત કાવતરું
  • IPC 365: અપહરણ
  • IPC 366: જબરન સંભોગ માટે અપહરણ
  • IPC 376(2)(G): ગેંગરેપ
  • IPC 395 અને 397: લૂંટ દરમિયાન હત્યાનો પ્રયાસ
  • IPC 201: પુરાવો ખત્મ કરવા
  • IPC 412: બઈમાનીથી સંપત્તિ જપ્ત કરવી
  • IPC 307: ખૂનનો પ્રયાસ કરવો
  • IPC 302: હત્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*