LAC પર ચીન એકથી બે કિલોમીટરના અંતરે તેના તંબુઓ અને વાહનોને પાછળ લઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્પ્સ કમાન્ડર લેવલની બેઠક દરમિયાન બંને દેશોએ સંમતિ આપી હતી, ચીની સેનાએ 1-2 કિલોમીટરના અંતરે તંબુઓ, ટેન્ટ અને સૈનિકોને પીછેહઠ કરી છે.

બંને દેશો વચ્ચે કમાન્ડર લેવલની ઘણી બેઠકો થઈ હતી, પરંતુ કોઈ સર્વસંમતિ થઈ ન હતી. હવે સુત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે ચીની સેના પીછેહઠ કરી છે.

15-16 જૂનની રાત્રે ગાલવન ખીણમાં બંને દેશો વચ્ચે હિંસક અથડામણ થઈ જેમાં એક કર્નલ સહિત ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા.

ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે

ગયા વર્ષે જ્યારે કલમ 370ને બેઅસર બનાવવાની અને લદ્દાખને એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે સપ્ટેમ્બરમાં લદાખના પેંગોંગ તળાવની ઉત્તરી બાજુએ ચીન સાથે તણાવના સંકેતો વધવા માંડ્યા હતા.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ગત વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ થયેલા ઝઘડામાં 10 ભારતીય સૈનિકો ઘાયલ થયા હતા. ચીની બાજુ ભારતીય પેટ્રોલિંગને તળાવની ઉત્તર બાજુએ ફિંગર 8 તરફ જવાથી અટકાવવાનો પ્રયાસ કરી રહી હતી. ભારતનું કહેવું છે કે આ ક્ષેત્રમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ફિંગર 8 સાથે સ્થિત છે, જ્યારે ચીન દાવો કરે છે કે તે પશ્ચિમમાં કેટલાક કિલોમીટર આગળ છે.

તણાવ ઓછો કરવા માટે એક પછી એક વાટાઘાટો ચાલી રહી હતી, તે દરમિયાન, 15-16 જૂનની રાત્રે ગાલવન ખીણમાં ભારત-ચીની સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*