જીવનની ભયાનક દુર્ઘટના સામે લડ્યા પછી પણ એસીડ અટેકથી પીડિત મહિલા પોતાને આત્મનિર્ભર બનાવી રહી છે. 10 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ‘છપાક’માં ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે એસિડ એટેક પીડિત માલતીની જે ભૂમિકા ભજવી છે તેને વાસ્તવિક જીવનમાં આ ચાર મહિલાઓ જીવી રહી છે. એસિડ એટેક પીડિત શબનમે દુર્ઘટનાનો ભોગ બન્યા પછી પણ અભ્યાસ કરવાનું ચાલુજ રાખ્યું હતું, જયારે ડોલીએ આત્મનિર્ભર બનવાની પ્રતિજ્ઞા લીધી. આ મહિલાઓનું માનવું છે કે 10 જાન્યુઆરીએ આવનારી ફિલ્મ એસિડ એટેક પીડિતોનો અવાજ હશે. આ ફિલ્મ જોયા પછી સરકાર પણ સિસ્ટમ વિશે માહિતી મેળવી શકશે.

એસિડ એટેક પીડિતા સર્વાઈવર અલીગઢની રહેવાસી શબનમ

એસિડ એટેક સર્વાઈવર અલીગઢના વતની શબનમ આ દિવસોમાં શિરોઝની મુલાકાતે આવતા દેશી-વિદેશી પ્રવાસીઓને ભોજન પીરસી રહી છે. આ સાથે, શબનમે તેની સાથે બનેલી ભયાનક ઘટના પછી પોતાને શિક્ષિત કરવાનું નક્કી કર્યું. ત્રણ વર્ષ પહેલા એક કોન્ટ્રાક્ટરે તેના ચહેરા પર એસિડ ફેંકી દીધો હતો.

એસિડ એટેક પીડિત ડોલી

શિરોઝમાં કામ કરતી ડોલી તે ભયાનક ક્ષણોને યાદ કર્યા પછી કંપાય છે. તે કહે છે કે આ ઘટના પછી તેણે પોતાને સંભાળવાનો સંકલ્પ કર્યો હતો. શિરોઝમાં કામ શરૂ કર્યું અને સ્વતંત્ર થવાનું આશ્વાસન પોતાની જાતને જ આપ્યું. ભણવા જતી વખતે પાડોશમાં રેહતા યુવાને તેના પર એસિડ ફેક્યું હતું. આરોપી અભિયુક્ત જેલમાં છે.

એસિડ એટેક પીડિત રૂપા

રૂપાની સાવકી માતાએ પાંચ વર્ષ પહેલા તેના ચહેરા પર એસિડ ફેંકી દીધો હતો. અગાઉ ઘરે ઘણા ઝઘડા થયા હતા. દરેક વખતે તેના ચહેરા પર એસિડ નાખવાની ધમકી આપવામાં આવતી હતી. એક દિવસ તેના પર ખરેખર એસિડ ફેંકી દેવામાં આવ્યું. આજે પણ તે માનતી નથી કે એક સાવકી માતા પણ આ કરવાનું વિચારી શકે છે. આ ફિલ્મ સમાજને એક નવો અરીસો પણ બતાવશે તેવું રૂપાનું માનવું છે.

એસિડ એટેકનો શિકાર

રીચ આઉટ એન્ડ વેલ્ફેર દ્વારા પાંચ રાજ્યોમાં 100 એસિડ એટેક પીડિતો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 100થી વધુ એસિડ એટેક પીડિતોનો સર્વેક્ષણ થયો તેમાં જાણવા મળ્યું કે 69 ટકા એકલા માણસે મહિલા પર એસિડ ફેક્યું. 29 ટકા કેસોમાં એક કરતા વધારે વ્યક્તિ મહિલા પર એસિડ એટેકમાં સામેલ હતા, જ્યારે બે ટકા લોકોની ઓળખ થઈ શકી નથી. 59 ટકા અપરિણીત મહિલાઓ અને 41 ટકા વિવાહિત મહિલાઓ પર એસિડ અટેકના કિસ્સા સામે આવ્યા છે. દિવસમાં 64 ટકા અને રાત્રે 36 ટકા કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*