રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને ઉત્તરપ્રદેશમાં કોવિડ-19 રોગચાળાથી ખરાબ રીતે અસરગ્રસ્ત દિલ્હી અને મુંબઇથી પરત ફરતા પરપ્રાંતિય મજૂરોને કારણે ચેપના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

લોકડાઉનના અમલીકરણને કારણે આ શ્રમિક કામદારો બેરોજગાર થઈ ગયા છે અને દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરોમાંથી આ મજૂરો પગપાળા અથવા સાયકલ દ્વારા ઘરે પાછા ફરવા લાગ્યા છે. એપ્રિલના અંતમાં બસો અને 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સંચાલનથી ઘરે પરત ફરતા કામદારોની સંખ્યામાં વધારો થયો છે.

પડોશી રાજ્ય મહારાષ્ટ્રથી પરત ફરેલા પરપ્રાંત્યોને કારણે ગુજરાતના દક્ષિણ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ડાંગ, નર્મદા અને વલસાડ જેવા જિલ્લાઓમાં મોટાભાગના નવા કેસો મહારાષ્ટ્રના મુંબઇ અને પૂના શહેરોથી પરત ફરેલા લોકોના છે.

રાજસ્થાનમાં કોવિડ-19 ચેપ લાગેલ 759 સ્થળાંતર મજૂરો

1 મેથી રાજસ્થાનમાં 759 કામદારોને કોવિડ-19નો ચેપ લાગ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તેમાંથી મોટા ભાગના મુંબઇથી પરત ફર્યા છે. જયપુર, કોટા, બુંદી, ગંગાનગર અને ભિલવારા સહિત રાજસ્થાનના બાકીના 29 જિલ્લાઓમાં આશરે 20 દિવસથી કોઈ ચેપ લાગ્યો ન હતો સ્થળાંતર કરનારા મજૂરના કારણે અહિયાં પોઝીટીવ કેસ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં 5,87,880 સ્થળાંતર કામદારો રાજસ્થાન પરત ફર્યા છે અને રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5,507 છે.

રાજસ્થાનના અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) રોહિત કે સિંહે કહ્યું કે તેમણે 11 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે કારણ કે ત્યાં કેસની સંખ્યામાં વધારો થવાનો ભય છે. મોટાભાગના પરપ્રાંતિય મજૂરો આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પાછા ફરશે તેવી સંભાવના છે.

તેમણે કહ્યું કે તેઓ બાડમેર, ઉદેપુર, બિકાનેર, ભીલવાડા, જોધપુર અને રાજસમંદ જેવા જિલ્લાઓમાં તબીબી માળખાગત સુવિધાઓ સુધારણા કરી રહ્યા છે. સિંહે જણાવ્યું હતું કે કોવિડના કેસ પોઝિટિવ મળતા મોટાભાગના મજૂરો મુંબઇ અને ગુજરાતથી પાછા ફર્યા છે.

જિલ્લા કલેકટર કાના રામે જણાવ્યું હતું કે ડુંગરપુરમાં 164 કોવિડ-19 કેસોમાંથી પરપ્રાંતિય મજૂરોની સંખ્યા 159 છે અને તેમાંથી મોટાભાગના મુંબઇથી પરત ફર્યા છે.

બિહારના કેસમાં અડધા સ્થળાંતર મજૂર

બિહારમાં પણ આવી જ પરિસ્થિતિ ઉભી થઈ છે. બિહારમાં સોમવાર સુધીમાં રાજ્યમાં પરત આવેલા 5.30 લાખ લોકો માંથી 8,337 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 651 (8%) પોઝીટીવ કેસ મળ્યાં છે.

બિહારના મુખ્ય સચિવ (આરોગ્ય) સંજય કુમારે જણાવ્યું હતું કે કોવિડ-19 પોઝિટિવ મળતા 26% સ્થળાંતર મજૂર દિલ્હીથી પરત ફર્યા છે.

બિહારમાં કોવિડ-19 કેસમાંથી લગભગ અડધા (1,392) બહારના લોકોના છે, જે 3 મેથી પાછા ફર્યા છે. તેમાંથી 26% દિલ્હીથી આવે છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળથી 12%, મહારાષ્ટ્રથી 11%, હરિયાણાથી 9% અને ગુજરાતમાંથી 7% આવે છે. કુમારે કહ્યું કે આરોગ્ય વિભાગ સ્થળાંતર કરનારાઓના આગમન પ્રત્યે ખૂબ સચેત રહ્યું છે અને ડેટાનું સતત વિશ્લેષણ કરી રહ્યું છે.

રવિવાર સુધીમાં 5,30,000 સ્થળાંતર કામદારો બિહાર પરત ફર્યા હતા અને 27 મે સુધીમાં 10 લાખ લોકો પરત ફરવાની સંભાવના છે.

કર્ણાટકના અડધા કેસ બહારથી આવેલા લોકોના ચેપથી સંબંધિત

કર્ણાટકના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં સોમવારે નોંધાયેલા 99 માંથી 66 કેસ મુંબઈથી પરત ફરેલા શ્રમિકો સાથે સંબંધિત છે. કેટલાક કેસો એવા હતા જેઓ તમિલનાડુ અને ગુજરાતથી પરત ફર્યા છે. કર્ણાટકમાં કુલ 1,692 કેસ નોંધાયા છે અને તેમાંથી અડધા કેસ 1 મે પછી રાજ્યમાં આવેલા લોકોના છે.

ઉત્તરપ્રદેશમાં દિલ્હી અને મુંબઇથી પરત ફરતા લોકોમાં રોગ જોવા મળ્યો

ઉત્તરપ્રદેશમાં કેટલા પરપ્રાંતિય મજૂર સકારાત્મક છે તેની માહિતી પ્રશાસન દ્વારા નથી આપાઈ પરંતુ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે આ રોગ દિલ્હી અને મુંબઇથી પરત ફરેલા મોટાભાગના લોકોમાં જોવા મળ્યો હતો.

સહારનપુર જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે મળેલા સકારાત્મક કામદારોમાંથી અડધાથી વધુ દિલ્હીના અને એક ચતુર્થાંશ મુંબઇના છે. સદભાગ્યે તે બધા ક્યુરેન્ટાઇનમાં છે અને કોઈ લક્ષણો દેખાડ્યા નથી.

ઓડિશામાં કુલ કોરોના કેસમાં ત્રીજા ભાગના સુરતથી પરત આવેલા પરપ્રાંતિય મજૂરો સાથે સંબંધિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*