તમિળનાડુના સલેમ શહેરમાં રહેતી પ્રેમા (31)ની સામે ત્રણ ભૂખ્યા બાળકો અને દેણાનો પહાડ હતો જેનાથી ઘબરાઈને સાત મહિના પહેલા તેના પતિએ આત્મહત્યા કરી હતી. બાળકોને ખવડાવવાના છેલ્લા આશ્રય તરીકે પ્રેમાએ તેના વાળ વેચી 150 રૂપિયા કમાયા બાદ બાળકોનું પેટ ભર્યું અને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તે પછી કંઈક એવું બન્યું જેનાથી તેની જિંદગી બદલાઈ ગઈ.

ગયા શુક્રવારે વિધવા પ્રેમા પાસે પૈસા નહોતા. ભૂખે મરતા તેના પાંચ, ત્રણ અને બે વર્ષના બાળકોને જોઇને પ્રેમાએ તેના જાણતા દરેક પાસેથી થોડા પૈસા ઉધાર લીધા. પરંતુ ન તો પડોશીઓ અને ન સબંધીઓએ તેને મદદ કરી.

બાળકોના ભોજનની વ્યવસ્થા કરીને આત્મહત્યા

તે જ સમયે એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ તેને પ્રેમાને કહ્યું કે તે વિગ બનાવે છે અને જો પ્રેમા તેના વાળ આપે તો તેને પૈસા આપશે. ખચકાટ વિના પ્રેમા તેની ઝૂંપડીમાં ગઈ અને તેના વાળ 150 રૂપિયામાં વેચી દીધા. તેણે 100 રૂપિયામાં ખાવાનું લીધું અને તે પછી 50 રૂપિયામાં તે એક દુકાનમાંથી ઝેરી જંતુનાશક દવા ખરીદવા ગઈ. જ્યારે દુકાનદારને શંકા ગઈ ત્યારે તેણે ઝેર વેચવાની ના પાડી.

સોશિયલ મીડિયા પર મદદની અપીલ

ત્યારબાદ તેને છોડના ઝેરી બીજ ખાવાનો પ્રયત્ન કર્યો પણ તેની બહેન દ્વારા તેને અટકાવી દેવામાં આવી. જ્યારે ગ્રાફિક ડિઝાઇનર જી બાલાને પ્રેમાની તકલીફ વિશે ખબર પડી ત્યારે તેણે પ્રેમા માટે સોશિયલ મીડિયા પર મદદ માંગી.

પતિ ધંધામાં છેતરાઈ ગયો

પ્રેમા અને તેનો પતિ સેલ્વમ ઈંટના ભઠ્ઠા પર દૈનિક વેતન મજૂરી કામ કરતા હતા. સેલ્વમ તેનો ધંધો કરવા માંગતો હતો તેથી તેણે આશરે 2.5 લાખ રૂપિયા ઉધાર લીધા. પરંતુ તે ધંધામાં છેતરપિંડી થઈ અને આખું કુટુંબ ગરીબી સાથે સંઘર્ષ કરવાનું શરૂ કર્યું, તેનાથી પરેશાન સેલ્વમે આત્મહત્યા કરી લીધી. પૈરૂપિયા આપનારાઓ પ્રેમાને હેરાન કરવા લાગ્યા હતા. ગરીબીથી બાળકોની દુર્દશા જોઈ પ્રેમાએ પણ પોતાનું જીવન ટૂંકાવાનું વિચારવા.

પ્રેમાની પરિસ્થિતિ બદલાઈ, વિધવા પેન્શન પણ મળી

પરંતુ આ ઘટનાના એક અઠવાડિયામાં જ પ્રેમાની જીંદગી સંપૂર્ણ બદલાઈ ગઈ. જી.બાલા અને સમાજના અન્ય ઉદાર લોકોના કારણે પ્રેમા પાસે લગભગ 1.45 લાખ રૂપિયા છે. ગુરુવારે સાલેમના જિલ્લા વહીવટીતંત્રે તેની માસિક વિધવા પેન્શનની શરૂઆત પણ કરી હતી. બાલાના મિત્રએ પણ પ્રેમાને તેના ઈંટના ભઠ્ઠામાં કામ આપ્યું હતું.

બાળકોને સારું શિક્ષણ આપવા માંગે છે

પ્રેમાની અંદર એટલો આત્મવિશ્વાસ છે કે તેને મદદ માટે ફેસબુક પર અપીલ દૂર કરવા કહ્યું. પ્રેમાનું કેહવું છે કે “જે લોકોએ મને મદદ કરી છે તેમની હું આભારી છું. હું ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર કરીશ નહીં. હું મારા બાળકોને સારું શિક્ષણ આપવા માંગું છું અને તેમને આ ગરીબીમાંથી બહાર કાઢવા માંગું છું”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*