Illustrative vial of coronavirus vaccine

વિશ્વભરમાં લગભગ 150 રસી કાર્યરત છે. તેમાંથી 140થી વધુ પ્રારંભિક તબક્કે છે. આ સમયે 6 રસી એવી છે જે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે. જેમાં Moderna, Pfizer, AstraZeneca અને bharat biotechના નામ મોખરે છે. આ કંપનીઓની રસી કેટલા સમયમાં તૈયાર થશે અને શું ભાવ હશે જાણો.

મોડર્ના કંપનીની રસી સૌથી આગળ

હાલ શું સ્થિતિ છે: આ રસીનું ફેઝ 3 ટ્રાયલ ચાલી રહ્યું છે. તેની સૌથી મોટી અજમાયશ શરૂ થઈ ગઈ છે. 30 હજાર લોકોને રસી આપવામાં આવશે. આ તેનું અંતિમ ટ્રાયલ હશે.

તે કેટલા સમયમાં આવશે: અમેરિકાએ મોડર્ના રસી વિષે જણાવ્યું હતું તે કે આ ​​વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે. કંપની અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાથે મળીને કામ કરી રહી છે.

કિંમત શું હશે: તેની કિંમત વિશે હજી કંઇ કહેવામાં આવ્યું નથી.

કોણે કર્યું છે રોકાણ: અમેરિકાએ આ રસીમાં એક અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

ફાઈઝર રસી પણ અંતિમ અજમાયશમાં

હાલ શું સ્થિતિ છે: અમેરિકન કંપની ફાઇઝર પ્રથમ અને બીજા ટ્રાયલમાં સફળ થયા પછી અંતિમ તબક્કામાં આવી ગઈ છે. આમાં કોરોનાની આ રસી 30 હજાર લોકોને આપવામાં આવનાર છે. Pfizer અને BioNTech આ રસી બનાવી રહ્યા છે.

તે કેટલા સમયમાં આવશે: ફાઇઝરના માલિકનો દાવો છે કે તે વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.

શું બાકી છે: જો રસી અંતિમ અજમાયશમાં સફળ થાય છે, તો નિયામક પાસે રસી તૈયાર કરવા, વેચવાની મંજૂરી લેવામાં આવશે. કંપનીને ઓક્ટોબર શરૂઆતમાં મંજૂરી મળે તેવી આશા છે.

કિંમત શું હશે: કિંમત નક્કી કરવામાં આવી નથી, પરંતુ યુએસ સરકાર સાથેના ડીલ પ્રમાણે દરેક ડોઝ લગભગ 1500 રૂપિયામાં પડશે.

કોણે કર્યું છે રોકાણ: અમેરિકાએ કંપની સાથે 10 કરોડ ડોઝની ડીલ કરી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી

હાલ શું સ્થિતિ છે: ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા કંપનીના સહયોગથી આ રસી બનાવી રહ્યું છે. પ્રથમ અને બીજા ટ્રાયલ પછી ત્રીજા તબક્કાની ટ્રાયલ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ છે.

ભારતની કંપનીનો સાથ: ભારતની સીરમ કંપની તેના પ્રોડક્શનમાં સાથે છે. અહીં સીરમ કંપની કોવિડશિલ્ડ નામથી રસી વેચવાની યોજના બનાવી રહી છે.

તે કેટલા સમયમાં આવશે: જો બધું બરાબર જાય તો આ રસીનો ઇમરજન્સી ડોઝ ઓક્ટોબર સુધીમાં તૈયાર કરી શકાય છે.

શું ભાવ હશે: અપેક્ષા કરવામાં આવે છે કે ભારતમાં તેની રસી દીઠ કીમત 1000 રૂપિયા રાખવામાં આવશે.

કોણે રોકાણ કર્યું: અમેરિકા, યુરોપિયન યુનિયન દેશ, બ્રિટને રોકાણ કર્યું છે. જો ભારતીય કંપની સીરમ બનાવે છે તો વર્ષના અંત સુધીમાં દેશને કુલ ડોઝનો અડધો ભાગ આપવામાં આવશે.

ચીનની કંપની પણ આ રેસમાં છે

હાલ શું સ્થિતિ: ચીનની કંપની સિનોફાર્મે જુલાઇમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરી દીધી છે. અબુધાબીના આરોગ્યમંત્રી તેની તપાસ કરનાર પ્રથમ સ્વયંસેવક બન્યા. આ ટ્રાયલ કુલ 1500 લોકો પર યોજાવાની છે.

કેટલા સમયમાં આવશે: તે વર્ષના અંત સુધીમાં જાહેર ઉપયોગ માટે લોંચ કરી શકાય છે.

ભારત બાયોટેક ક્યાં પહોંચી

હાલ શું સ્થિતિ છે: ભારત બાયોટેક અને ICMRએ પણ કોરોના રસી બનાવી છે. તેનું નામ કોવૈક્સિન રાખવામાં આવ્યું છે. હાલમાં તેની પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.

શું-શું બાકી: અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે તે 15 ઓગસ્ટ સુધીમાં આવવી જોઈએ. પરંતુ હવે તે 2021ની શરૂઆતમાં શરૂ આવાની શક્યતાઓ છે.

ગ્લોબલ વેક્સીન એલાયન્સએ જણાવ્યું હતું કે કોરોના રસીનો કેટલો ખર્ચ થશે

વિશ્વભરમાં સેંકડો લોકો કોરોના રસી પર કાર્યરત છે. આ ક્ષણે ડઝનેક રસીઓને આંશિક સફળતા મળી છે. આવી સ્થિતિમાં વૈશ્વિક સમુદાય પણ ધ્યાન આપી રહ્યું છે કે આ રસી વિશ્વભરમાં કેવી રીતે વિતરણ કરવામાં આવશે અને તેનો ખર્ચ કેટલો હશે. ભાવ અંગે ગ્લોબલ વેક્સીન એલાયન્સનું કહેવું છે કે તે મહત્તમ $40 (3000 રૂપિયા) હોવું જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*