સરકારે અનલોક-3 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. મોટી વાત એ છે કે આ માર્ગદર્શિકામાં નાઇટ કર્ફ્યુ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. મતલબ રાત્રે ગમે ત્યાં જવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જીમ-યોગ સેન્ટર શરૂ કરવા પણ મંજૂરી આપવામાં આવી છે. તે જ સમયે સિનેમા હોલ, શાળા, મેટ્રો-રેલ પર પ્રતિબંધો ચાલુ રહેશે.

કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યું છે.

અનલોક-3 ગાઈડલાઈનની મોટી વાતો

હવે નાઇટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે એટલે કે રાત્રે વ્યક્તિગત પ્રવાસ કરતા લોકો પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.

5 ઓગસ્ટથી યોગ સેન્ટર અને જીમ ખોલવાની મંજૂરી મળી છે. આરોગ્ય મંત્રાલય આ અંગેના સંપૂર્ણ નિયમો જારી કરશે, જે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણીને સામાજિક અંતર અને આરોગ્ય પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે 31 ઓગસ્ટ સુધી શાળા કોલેજો બંધ રહેશે.

વંદે ભારત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને મંજૂરી આપવામાં આવી છે. યોજના મુજબ વધુ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે

મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટરો, બાર, ઓડિટોરિયમ અને તમામ પ્રકારના તહેવારોની મોટી સંખ્યામાં ઉજવણી પર પ્રતિબંધ રહેશે. આ સિવાય કન્ટેન્ટ ઝોનની બહારની તમામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા કોરોના ચેપને રોકવા માટે કન્ટેનમેન્ટ ઝોન સ્પષ્ટ રીતે ચિહ્નિત થવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*