અયોધ્યામાં રામ મંદિરની નીચે 200 ફુટ નીચે કન્ટેનર તરીકે ટાઈમ કેપ્સ્યુલ નાખવામાં આવશે જે કેટલીક સદીઓ પછી ઐતિહાસિક દસ્તાવેજ તરીકે જાણવામાં આવશે. જેમાં અત્યાર સુધીના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવશે. ભારતમાં અગાઉ આવા ટાઈમ કેપ્સ્યુલ્સ ઐતિહાસિક અને મહત્વની બિલ્ડીંગના પાયામાં મૂકવામાં આવ્યા છે. 1973માં ઇન્દિરા ગાંધી સરકારે લાલ કિલ્લાના પાયામાં આવી જ એક ટાઇમ કેપ્સ્યુલ મૂકી હતી. તેને કાલપત્રનું નામ આપવામાં આવ્યું હતું. વિપક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ કાલપત્રમાં ઇન્દિરાએ તેના પરિવારના ગુણગાન ગાયા છે. જો કે ઇન્દિરા સરકારના આ કાલપત્રમાં શું લખ્યું હતું તેનું રહસ્ય આજદિન સુધી જાહેર થયું નથી.

તે સમયે ઇન્દિરા ગાંધી સફળતાની ટોચ પર હતા….

તે 1970ના દાયકાની શરૂઆતમાં હતી. પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી સફળતાની ટોચ પર હતા. તેમના શક્તિશાળી વ્યક્તિત્વથી ભારતના રાજકારણને આકાર આપવામાં મદદ મળી. તે સમયે ટાઈમ કેપ્સ્યુલ્સ લાલ કિલ્લાના પરિસરમાં દાટવામાં આવ્યો હતો. Netaji: Rediscovered પુસ્તકમાં આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તક કનાઈલાલ બાસુએ લખ્યું છે.

આઝાદીના 25 વર્ષ પછીની વાર્તા લખી

સરકાર ઇચ્છતી હતી કે આઝાદીના 25 વર્ષ પછીની પરિસ્થિતિ વિષે લોકો જાણે. આ માટે ટાઇમ કેપ્સ્યુલ બનાવવાનો આઈડિયા અપાયો હતો. આઝાદી પછીના 25 વર્ષોમાં દેશની સિધ્ધિ અને સંઘર્ષનો ઉલ્લેખ તેમાં કરાયો છે. ઈંદિરા ગાંધીની સરકાર દ્વારા ટાઇમ કેપ્સ્યુલનું નામ કાલપત્ર રાખવામાં આવ્યું હતું.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચને જવાબદારી

ભૂતકાળની મહત્વપૂર્ણ ઘટનાઓ રેકોર્ડ કરવાનું કામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) ને સોંપવામાં આવ્યું હતું. મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજ પ્રોફેસર એસ.કૃષ્ણસામીને સમગ્ર હસ્તપ્રત તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલા જ વિવાદોમાં આવી ગયા હતા.

15 ઓગસ્ટ 1973ના રોજ લાલ કિલ્લામાં ટાઈમ કેપ્સુલ

એવું કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ 15 ઓગસ્ટ 1973માં લાલ કિલ્લાના પરિસરમાં ટાઈમ કેપ્સુલને ઊંડે સુધી દાટ્યો હતો. આ પછી આના પર વિવાદની પરિસ્થિતિઓનું નિર્માણ શરૂ થયું હતું.

ઇન્દિરા ગાંધી પર પોતાના જ ગુણગાન ગાવાનો આરોપ

આ ટાઈમ કેપ્સુલને લઈને તે સમયે ભારે હોબાળો થયો હતો. વિપક્ષે કહ્યું હતું કે ટાઈમ કેપ્સુલમાં ઈંદિરા ગાંધીએ પોતાનો અને તેમના જ વંશનો મહિમા ગાયો છે. જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા લોકોને વચન આપ્યું છે કે કાલપત્રને ખોદીને બહાર નીકાળશે અને જોશે કે તેમાં શું છે.

મોરારજી દેસાઇએ ટાઇમ કેપ્સ્યુલ બહાર કાઢ્યું હતું

1977માં કોંગ્રેસને સત્તામાંથી હાંકી કાઢવામાં આવી અને મોરારજી દેસાઇની અધ્યક્ષતા વાળી જનતા પાર્ટીની સરકાર બનાવવામાં આવી. સરકારની રચનાના કેટલાક દિવસો પછી ટાઈમ કેપ્સ્યુલ બહાર નીકાળવામાં આવ્યું, પરંતુ જનતા પાર્ટીની સરકારે તે ટાઈમ કેપ્સ્યુલમાં શું હતું તે જાહેર કર્યું નહીં. હમણાં સુધી તેના વિશે કંઇ જાણી શકાયું નથી.

PMOએ કહ્યું- અમને ટાઈમ કેપ્સ્યુલ વિશે ખબર નથી

2013માં ઇકોનોમિક્સ ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી  કાર્યાલયે ટાઈમ કેપ્સ્યુલ વિશેની માહિતી હોવાનો ઇનકાર કર્યો હતો. લેખક મધુ પૂર્ણિમા કિશ્વરે આ સંદર્ભે માહિતી માંગી હતી. તત્કાલીન મુખ્ય માહિતી કમિશ્નર સત્યનંદ મિશ્રાએ પણ PMOના જવાબ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ટાઈમ કેપ્સ્યુલ દફન થવાની વાત તે સમયના અખબારોમાં છાપવામાં આવ્યું હતું. આ હોવા છતાં PMOનો જવાબ આશ્ચર્યજનક છે. તેમણે PMOને પણ તેના રેકોર્ડની ફરીથી તપાસ કરવા અને જરૂર પડે તો રાષ્ટ્રીય આર્કાઇવ્સ અને એએસઆઈની મદદ લેવાનો નિર્દેશ આપ્યો હતો.

નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે ટાઈમ કેપ્સુલ મુકવાનો આરોપ

2011માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પર ટાઇમ કેપ્સ્યુલ્સ દફન કરવાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. વિપક્ષે કહ્યું કે ટાઈમ કેપ્સ્યુલ ગાંધીનગરમાં બનેલા મહાત્મા મંદિરની નીચે દફનાવવામાં આવી છે જેમાં મોદીએ તેમની ઉપલબ્ધિઓ જણાવી છે.

ટાઇમ કેપ્સ્યુલ એટલે શું?

ટાઇમ કેપ્સ્યુલ એ કન્ટેનર જેવું છે જે કોઈ વિશિષ્ટ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. ટાઈમ કેપ્સ્યુલ તમામ પ્રકારના હવામાનનો સામનો કરવા સક્ષમ છે, તે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં દાટવામાં આવે છે. નોંધપાત્ર ઊંડાઈ હોવા છતાં તેને વર્ષો સુધી કોઈ નુકસાન થતું નથી. 30 નવેમ્બર 2017ના રોજ સ્પેનના બર્ગોસમાં એક 400 વર્ષ જૂનું ટાઈમ કેપ્સ્યુલ મળી આવ્યું હતું. તે ઈસુ ખ્રિસ્તની મૂર્તિના રૂપમાં હતું, પ્રતિમાની અંદર એક દસ્તાવેજ હતો જે 1777ની આસપાસની આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*