પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે કોરોના વાયરસને લઈને દેશને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘આ મહામારી એક એવી સ્થિતિ છે જેણે સમગ્ર માનવ જાતિને વિશ્વભરમાં ગંભીર સમસ્યામાં મૂકી દીધું છે’. તેમણે કહ્યું કે 130 કરોડ નાગરિકોએ જરૂરી સાવચેતી રાખીને કોરોના વૈશ્વિક રોગચાળા સામે લડત આપી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એવું પણ લાગે છે કે જાણે આપણે કટોકટીમાંથી બચી ગયા છીએ, બધું બરાબર છે આ માન્યતા કે વૈશ્વિક માહામારી કોરોનાથી રાહત મળી છે તો તે યોગ્ય નથી. PMએ લોકોને ‘જનતા કર્ફ્યુ’ લાદવાની અપીલ કરી. આ શું છે અને સામાન્ય લોકો તેનો અમલ કેવી રીતે કરશે તેના વિશે જાણીયે.

જનતા કરફ્યુ શું છે

પીએમ મોદીના જણાવ્યા મુજબ, કોઈ પણ વ્યક્તિએ આ રવિવાર એટલે કે 22 માર્ચ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ક્યાય બહાર ના જવું જોઈએ. કર્ફ્યુ જેવી સ્થિતિ જાતે જ કરવી પડશે. PMએ અપીલ કરી છે કે જો શક્ય હોય તો, દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 10 લોકોને ફોન કરે અને તેમને કર્ફ્યુ વિશે તેમજ કોરોના વાયરસથી બચવાનાં પગલા વિશે જણાવવું જોઈએ. PMએ અપીલ કરી હતી કે રવિવારે પાંચ વાગ્યે આપણે 5 મિનિટ માટે ઘરના દરવાજે ઉભા રહીને કોરોના વાયરસ સામે લડતા લોકો માટે તાળીઓથી અભાર વ્યક્ત કરશું. PMએ હોસ્પિટલો પરના દબાણનો ઉલ્લેખ કરતા લોકોને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં જવાનું ટાળવાનું કહ્યું.

જનતા કરફ્યુનો હેતુ શું છે

પ્રધાનમંત્રીના જણાવ્યા અનુસાર આ ‘જનતા કર્ફ્યુ’ કોરોના જેવા વૈશ્વિક રોગચાળા સામે લડત માટે ભારત કેટલું તૈયાર છે તે જોવા અને પરીક્ષણ કરવાનો પણ આ સમય છે. તેમણે કહ્યું કે આ જનતા કર્ફ્યુ એક રીતે ભારત માટેનો માપદંડ હશે. PMના જણાવ્યા અનુસાર ’22 માર્ચે અમારો પ્રયત્ન એ આપણા આત્મસંયમનું પ્રતીક હશે, દેશ હિતમાં ફરજ બજાવવા નિશ્ચય કરશે. 22 માર્ચે જનતા-કર્ફ્યુની સફળતા તેના અનુભવો અમને આવનારા પડકારો માટે પણ તૈયાર કરશે. ‘

પીએમ મોદીએ બ્લેકઆઉટ વિશે સમજાવ્યું

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું, “આજની જનરેશન તેનાથી બહુ પરિચિત નહીં હોય, પરંતુ જૂના સમયમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું, ત્યારે દરેક ગામને બ્લેકઆઉટ કરી નાખવામાં આવતા હતા. ઘરોના અરીસાને કાગળથી ઢાંકી દેવામાં આવતો હતો. લોકો જાતે જઈને ચોકીદારી કરીને રક્ષા કરતા હતા. “

કોવિડ-19 માટે ટાસ્ક ફોર્સ

પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે નાણાંમંત્રીના નેતૃત્વ હેઠળ કોવિડ-19 આર્થિક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી રહી છે. આ ટાસ્ક ફોર્સ સુનિશ્ચિત કરશે કે આર્થિક મુશ્કેલીઓ ઘટાડવા માટે લેવામાં આવેલા તમામ પગલાઓનો અસરકારક રીતે અમલ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*